નવી દિલ્હી : બોલિવૂડની સૌથી વધારે ચર્ચાસ્પદ એક્ટ્રેસ રાખી સાવંત ફરીવાર ચર્ચામાં છે. હવે તેણે એક વિદેશી રેસલર સાથે પંગો લઈ લીધો છે. રાખી સાવંતને આ વખતે મહિલા રેસલરની ચેલેન્જ ભારે પડી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંચકુલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં ગ્રેટ ખલી આયોજિત રેસલિંગ શોમાં રાખી સાવંત ઘાયલ થઈ છે. રિપોર્ટ પ્રમાણે, રાખી સાવંત રિંગમાં ડાન્સ કરતી હતી ત્યારે મહિલા રેસલર ત્યાં પહોંચી અને પોતાની સાથે ફાઈટ કરવા માટે ચેલેન્જ આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે, મહિલા રેસલર રોબેલે પહેલા રાખીને પોતાના ખભા પર ઉઠાવી અને પછી નીચે પછાડી જેના કારણે રાખી ઈજાગ્રસ્ત થઈ છે. માહિતી પ્રમાણે, રાખી 5થી8 મિનિટ સુધી રિંગમાં પીડાથી કણસતી રહી. જો કે, આ સમગ્ર ઘટનાક્રમ દર્શકો કે CWE ચેમ્પિયનશીપના આયોજકો સમજી ના શક્યા. થોડીવાર બાદ ઈવેન્ટના આયોજકોને રાખીના ઘાયલ થવાનો અંદાજ આવતાં તેઓ તરત રાખીને હોસ્પિટલ લઈ ગયા. રાખીની વિદેશ રેસલર સાથે થયેલી ફાઇટનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે.


હોસ્પિટલમાં દાખલ રાખી સાવંતે Zee Digital Hindi સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ ફાઇટ કોમ્પિટિશન નહોતી પણ ડાન્સ કોમ્પિટિશન હતી. રાખીએ દાવો કર્યો છે કે 'હું થોડીવાર માટે સાજી થઈ જાઉં તો એ ફિરંગી રેસલરને પકડીને મારીશ.'


રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ મારફતે દાવો કર્યો છે કે તેને મારવા માટે તનુશ્રીએ પૈસા આપ્યા છે અને મારી પીઠને નુકસાન પહોંચાડ્યું છે જેથી હું ડાન્સ ન કરી શકું. ભારત, અમેરિકા અને આખી દુનિયાના ચાહકોને મારી વિનંતી છે કે મારો સાથ આપે.'


[[{"fid":"189659","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


શું હતી ઘટના ?
પંચકુલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં રવિવારે વનડે CWE ચેમ્પિયનશીપને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. અહીં ઈન્ટરનેશનલ રેસલિંગ ખેલાડી ગ્રેટ ખલી સહિતના ઘણા જાણીતા રેસલર પહોંચ્યા હતા. ચેમ્પિયનશીપ દરમિયાન જ્યારે મહિલા રેસલર રિંગમાં પહોંચી તો તેણે પંચકુલાની મહિલાઓને ફાઈટ કરવા પડકાર આપ્યો. રિપોર્ટ પ્રમાણે, રાખીએ રોબેલની ચેલેન્જ સ્વીકારી.


રાખીએ રોબેલને કહ્યું કે પહેલા તે તેની ચેલેન્જ પૂરી કરી. રાખીએ રોબેલ સામે ડાન્સ ચેલેન્જ મૂકી. ચેલેન્જ પ્રમાણે, રોબેલે રાખી સાથે ડાન્સ કર્યો પરંતુ જેવું ગીત પૂરું થયું રોબેલે રાખીને ખભા પર ઊંચકી લીધી અને જોરથી નીચે પછાડી. જેના કારણે રાખી ઘાયલ થઈ અને તેને જીરકપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીને ટેકો આપીને રિંગની બહાર કાઢવામાં આવી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...