નવી દિલ્હીઃ રામાનંદ સાગરની રામાયણ (Ramayan) માં આર્ય સુમંતનું પાત્ર ભજવનારા દિગ્ગજ એક્ટર ચંદ્રશેખર વૈદ્ય (Chandrashekhar Vaidya) નું નિધન થયું છે. અભિનેતાએ 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. 16 જૂને સવારે તેમણે પોતાના ઘર પર દુનિયાને અલવિદા કહ્યુ છે. ચંદ્રશેખરના નિધનથી ટીવી અને ફિલ્મ જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર પર થયું નિધન
જાણવા મળી રહ્યું છે કે ચંદ્રશેખર વૈદ્ય (Chandrashekhar Vaidya death) ને કોઈ પ્રકારની બીમારી હતી નહીં. પાછલા સપ્તાહે એક દિવસ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચંદ્રશેકર વૈદ્યના પુત્ર અશોકે આ અંગે કહ્યુ કે, 'પિતાનું નિધન ઊંઘમાં જ થઈ ગયું. પાછલા ગુરૂવારે એક દિવસ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરે આવી ગયા હતા.'


વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર થયા
ચંદ્રશેખરના પુત્ર અશોકે કહ્યુ કે, ગત રાત્રીએ તેમની તબીયત સારી હતી. આજે સવારે સાત કલાકે તેમનું નિધન થયું છે. મુંબઈના વિલે પાર્લેના પવન હંસમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો  CINTAA ના સંયુક્ત સચિવ અમિત બહલે કહ્યુ કે, તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે. 


આર્ય સુમંતની ભૂમિકા રહી યાદગાર
ચંદ્રશેખર વૈદ્યએ 50 અને 60ના દાયકામાં ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યુ હતું. તેઓ અનેક ભૂમિકા માટે જાણીતા બન્યા. પરંતુ રામાનંદ સાગરની રામાયણમાં આર્ય સુંમતની ભૂમિકા બાદ તેઓ ઘરે-ઘરે જાણીતા બની ગયા હતા.


અંગત જીવનમાં રહ્યો સંઘર્ષ
ચંદ્રશેખર વૈદ્યએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ તેમણે અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. ચંદ્રશેખર 13 વર્ષના હતા તો તેમના લગ્ન કરી દેવામાં આવ્યા. લગ્નને કારણે તેમની અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ માત્ર ધોરણ 7 સુધી ભણી શક્યા. ત્યારબાદ તેમણે અભિનય કરવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 1954માં ઔરત તેરી યે કહાનીથી તેમણે એક્ટિંગના ક્ષેત્રમાં પર્દાપણ કર્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube