શિયાળામાં સવારે શું કાર સ્ટાર્ટ થવામાં લાગે છે સમય? આ ટ્રિક ફોલો કરો તરત થઈ જશે ચાલું!
શિયાળામાં આપણી કાર સ્ટાર્ટ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ડીઝલ અને પેટ્રોલ એન્જિન કારોમાં આ સમસ્યા શિયાળામાં સૌથી વધારે જોવા મળતી હોય છે. તેના પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે.
જોકે, તમે આ સમસ્યાના કારણે જો પરેશાન રહેતા હોવ તો હવે ચિંતા છોડી દો. આજે અમે તમને તેનાથી છૂટકારો મેળવવાની ટેકનિક જણાવવા જઈ રહ્યા છીએ.
કારને કવર કરો અથવા તો ગરાજમાં પાર્ક કરો
જો સંભવ હોય તો કારને ખુલ્લામાં ઉભી રાખવાના બદલે ગરાજમાં પાર્ક કરો. તેનાથી એન્જિન અને બેટરી ઠંડી નહીં થાય.
યોગ્ય એન્જિન ઓઈલનો ઉપયોગ કરો
શિયાળામાં લો વિસ્કોસિટી એન્જિન ઓઈલનો ઉપયોગ કરો. ઠંડા મોસમમાં તે સરળતાથી પ્રવાહિત થાય છે અને એન્જિનને જલ્દી સ્ટાર્ટ કરવામાં મદદ મળે છે.
ફ્યૂલ પંપને પ્રાઈમ કરો
સ્ટાર્ટ કર્યા પહેલા કારની ચાવીને ઈગ્નિશન પોઝિશનમાં 2-3 વાર ઓન અને ઓફ કરો. આ ફ્યૂલ પંપને પ્રાઈમ કરવામાં મદદ કરશે.
બેટરીની તપાસ કરો
ઠંડીમાં બેટરીની પર્ફોર્મેંસ ઓછી થઈ જાય છે. બેટરી ટર્મિનલ્સને સાફ રાખો અને સુનિશ્ચિત કરો કે બેટરી સંપૂર્ણ ચાર્જ છે. જો બેટરી જૂની થઈ ગઈ છે તો તેણે બદલાવી લો.
Trending Photos