જીવન ધૂળધાણી કરી નાખે રાહુ...પણ મેષ સહિત આ 3 રાશિવાળાને છપ્પરફાડ લાભ કરાવશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય તેવા કામ પાર પડશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી, છાયા ગ્રહ, રહસ્યમયી ગ્રહ તરીકે ગણવામાં આવે છે. પરંતુ તેનું મહત્વ ખુબ છે. અત્રે જણાવવાનું કે રાહુ હાલ ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે. પરંતુ નવા વર્ષની 18મી મેના રોજ સાંજે 5.08 કલાકે તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ કોઈ પણ રાશિમાં લગભગ 18 મહિના સુધી રહે છે. આવામાં તેનો પ્રભાવ 12 રાશિઓના જીવનમાં લાંબા ગાળા સુધીનો જોવા મળે છે. રાહુના શનિની રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોને લાભ તો કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે.
સામાન્ય રીતે રાહુને અશુભ ગ્રહ ગણવામાં આવે છે. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચુ નથી. રાહુ હંમેશા અશુભ હોતો નથી. કુંડળીમાં રાહુ ગ્રહની યોગ્ય સ્થિતિથી મનુષ્યની ખુબ પ્રગતિ થાય છે અને તે ખુબ માન સન્માન મેળવે છે. રાહુ ગ્રહ હાલ મીન રાશિમાં ગોચર કરે છે અને તે 18મી મે 2025થી કુંભ રાશિમાં ગોચર કરશે. તેના 18 મહિના બાદ તે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ 18 મહિના દરમિયાન રાહુ 3 રાશિઓ માટે ખુબ જ સકારાત્મક સિદ્ધ થશે. જાણો આ 3 લકી રાશિઓ કઈ છે અને તેમના જીવનમાં કુંભ રાશિમાં રાહુના ગોચરથી શું પોઝિટિવ અસર પડવાના યોગ છે. વૈદિક જ્યોતિષ મુજબ રાહુ હંમેશા વક્રી ગતિથી ચાલે છે. આથી તે મેષમાં નહીં પરંતુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો આ ફેરફાર કોને ફાયદો કરાવી શકે તેમ છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં ગોચર ખુબ લાભ કરાવી શકે છે. આ રાશિના એકાદશ ભાવમાં રાહુ પ્રવેશ કરશે. આવામાં આ રાશિના જાતકોને ઈચ્છિત ફળ મળી શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કામો પૂરા થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થશે. પરિવારમાં પણ માન સન્માન વધશે. શેર માર્કેટના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. શેર માર્કેટમાં પૈસા લગાવતા પહેલા સમજી વિચારીને પૈસા લગાવવા જોઈએ. કાર્યક્ષેત્રે સફળતાના યોગ છે. તમારા પગારમાં વધારાની સાથે પ્રમોશન થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં જવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરની રીતે આ રાશિના જાતકો માટે નવું વર્ષ ઘણું સારું રહેશે. પદોન્નતિ સાથે પગાર વધારાના પણ યોગ છે. પરિવારમાં ચાલતી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળશે. જેનાથી અડચણો પાર કરી શકશો. જીવનમાં સુખ શાંતિ વધશે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. વિદેશી વેપારમાં લાભ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં જવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના પંચમ ભાવમાં રાહુ બિરાજમાન થશે. આવામાં આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાના પૂરેપૂરા ચાન્સ છે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે. દાંપત્ય જીવનમાં ચાલતી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. રોકાણના માધ્યમથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જોકે જરૂર રહેશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos