લગ્ન પહેલાં રણવીરે શેયર કરેલી તસવીર જોઈને દીપિકાના ચહેરા પર આવી જશે સ્માઇલ
રણવીર અને દીપિકા પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે
મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં તેમના લગ્નના મામલે ચર્ચામાં છે. તેમના લગ્નને કારણે ચાહકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાલમાં રણવીરે સોશિયલ મીડિયામાં જબરદસ્ત તસવીર પોસ્ટ કરી છે જેને જોઈને દીપિકાના ચહેરા પર ચોક્કસ સ્માઇલ આવી જશે. હાલમાં રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એક બાળપણની તસવીર શેયર કરી છે જેમાં તે બહુ ક્યુટ દેખાય છે. આ ફોટો શેયર કરતી વખતે રણવીરે કેપ્શનમાં લખ્યું છે કે - 'Hands in the air, Like ya jus’ don’ care!!!'
મોટા સમાચાર : અર્જુન અને મલાઇકા લગ્ન કરવા માટે તૈયાર !
દીપિકા અને રણવીર પોતાનું પહેલું રિસેપ્શન 28-29 નવેમ્બરે બેંગ્લુરુમાં રાખશે. દીપિકા બેંગ્લુરુમાં ઉછરી હોવાના કારણે આ રિસેપ્શનમાં દીપિકાના સ્કૂલ અને કોલેજ ફ્રેન્ડ પણ હાજરી આપશે. આ જોડીનું બીજું રિસેપ્શન મુંબઈમાં હોટેલ ગ્રાન્ડ હયાત ખાતે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના દિવસે યોજાશે. મુંબઈના રિસેપ્શનમાં લગભગ 3000 હસ્તીઓ હાજરી આપશે.
સાઉથની સુપરહિટ ‘અર્જુન રેડ્ડી’નો અવતાર લેશે શાહિદ કપૂર, બનશે ‘કબીર સિંહ’
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ 15 નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રણવીર દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી. દીપિકા-રણવીરની લવસ્ટોરી આ ફિલ્મના સેટ પર જ શરૂ થઈ હતી અને એટલે જ આ ફિલ્મની રિલીઝ ડેટ બંને માટે ખાસ છે. હવે તેમણે આ તારીખને જ પોતાનો લગ્નની તારીખ તરીકે પસંદ કરી છે.