મુંબઇ: Ranveer Singh અને Deepika Padukone બોલીવુડમાં લવિંગ કપલના રૂપમાં જાણિતા છે. રણવીર અને દીપિકા પોતાની મેરેજ લાઇફમાં ખુબ ખુશ છે. આ વાતની ખબર તેમના ફોટા અને વીડિયો જોઇને પડે છે. રણવીરની વાત કરીએ તો તે હંમેશાથી જ બેફિક્ર અને બિંદાસ અંદાજમાં જોવા મળે છે. લગ્ન પહેલાં પણ તે પોતાની ગર્લફ્રેંડસને લઇને ચર્ચામાં રહ્યા હતા. ખાસકરીને જ્યારે તેમણે વાણી કપૂર સાથે ફિલ્મ બેફિક્રેમાં કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મમાં રણવીરે વાણીને 23 વાર કિસ કરી હતી. જોકે તે સમયે રણવીર દીપિકા સાથે રિલેશનશિપમાં હતા. ત્યારબાદ વાતો થવા લાગી કે ક્યાંક દીપિકા, રણવીરના એટલા બધા કિસિંગ સીન જોઇને નારાજ ન થઇ જાય અને સંબંધ તૂટી ન જાય. પછી દીપિકા સાથે આ વિશે રિએક્શન લીધું તો તેમણે જણાવ્યું કે જો કહાણીની ડિમાંડ છે તો તેમને કોઇ ફરક પડતો નથી. 


તેમણે એ પણ કહ્યું કે ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા છે. લગ્ન બાદ રણવીર સિંહે ઇન્ટરવ્યુંમાં એ પણ જણાવ્યું કે દીપિકા ખૂબ ઘરેલૂ પ્રકારની છે. તે ઘરની અંદર ખૂબ સિંપલ રીતે રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube