30 વર્ષ પહેલા જે હત્યાથી ધ્રુજી ગયો હતો દેશ તેના પર આધારિત ડોક્યૂમેંટ્રી સીરીઝ ડાન્સિંગ ઓન ધ ગ્રેવ OTT પર રિલીઝ
Dancing on the Grave: આ સીરીઝ 90 ના દાયકાની શરૂઆતમાં બેંગલુરુમાં બનેલી હત્યાની સત્ય ઘટના પર આધારિત છે. આ હત્યા હતી શકીરા ખલીલીની. આ કેસ પર થયેલી તપાસ અને ધ્રુજાવી દેતા ખુલાસા ડોક્યુમેન્ટરીમાં દેખાડવામાં આવ્યા છે.
Dancing on the Grave: પ્રાઇમ વિડિયો પર સત્ય ઘટના પર આધારિત ડોક્યુમેન્ટરી સીરીઝ 'ડાન્સિંગ ઓન ધ ગ્રેવ' રીલીઝ કરવામાં આવી છે. આ સીરીઝ 90 ના દાયકાની શરૂઆતમાં બેંગલુરુમાં બનેલી હત્યાની સત્ય ઘટના પર આધારિત છે. આ હત્યા હતી શકીરા ખલીલીની. આ કેસ પર થયેલી તપાસ અને ધ્રુજાવી દેતા ખુલાસા ડોક્યુમેન્ટરીમાં દેખાડવામાં આવ્યા છે. ડાન્સિંગ ઓન ધ ગ્રેવનું પ્રીમિયર 21 એપ્રિલના રોજ પ્રાઇમ વિડિયો પર ભારત સહિત વિશ્વના 240 દેશોમાં કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
જય શ્રીરામ... ના જય જયકાર સાથે આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ, જુઓ પ્રભાસનો લુક
Twitter એ બ્લુ ટીક રીમુવ કર્યા પછી Amitabh Bachchan એ આપ્યું રીએકશન, વાયરલ થઈ ટ્વીટ
લગ્ન વિના પ્રેગનેન્ટ થઈ અભિનેત્રી Ileana D’cruz ! લોકો પિતાનું નામ જાણવા થયા આતુર
આ ડોક્યુમેન્ટરી સીરીઝમાં આર્કાઇવ ફૂટેજ, સમાચારના ક્લિપિંગ્સ, ઇન્ટરવ્યુ અને નાટ્યાત્મક રુપાંતરણ દ્વારા દેશના એક પ્રતિષ્ઠિત પરિવારની ખૂબ જ પ્રખ્યાત અને શ્રીમંત વારસદાર શકીરા ખલીલીના અચાનક ગુમ થવા અને તેની ભયંકર રીતે થયેલી હત્યાની તપાસ દર્શાવવામાં આવી છે. આ સીરીઝના 4 પાર્ટ છે.
આ સીરીઝમાં ગુનેગારને પણ બતાવવામાં આવ્યો છે. આ સીરીઝમાં જે ઘટના દર્શાવવામાં આવી છે તે 30 વર્ષ પહેલાં બની હતી અને તેનાથી દેશ ધ્રુજી ગયો હતો.