મુંબઈ : અર્જુન કપૂર અને મલાઇકા અરોરા જ્યારથી લેકમે ફેશન વિકમાં એકસાથે જોવા મળ્યા છે ત્યારથી તેમની રિલેશનશીપ ચર્ચાસ્પદ બની છે. હાલમાં તો એવા સમાચાર આવ્યા હતા કે આ પ્રેમી જોડી લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જોકે હવે ખબર પડી છે કે આ વાત ખોટી છે. હાલમાં ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે હાલમાં અર્જુન અને મલાઇકા એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે પણ બંનેનું હાલમાં લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે અર્જુનની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે અર્જુન પોતાની બહેન અંશુલાના લગ્ન પછી જ પોતાના લગ્ન વશે વિચારશે. મલાઇકા અને અર્જુન હાલમાં પોતાનો સમય એન્જોય કરી રહ્યા છે. હાલમાં અર્જુન પાસે ઘણી ફિલ્મોની તેમજ મલાઇકા પાસે ટીવી શોની ઓફર છે. આ સંજોગોમાં હજી તેઓ એકબીજાને ઓળખવા માગે છે. 


મલાઇકાથી ડિવોર્સ પછી અરબાઝ હાલમાં જ્યોર્જિયા એડ્રિયાની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. અરબાઝ અને જ્યોર્જિયા એકબીજા સાથે સમય પસાર કરે છે અને અરબાઝનો હાલમાં બીજીવાર લગ્ન કરવાનો કોઈ પ્લાન નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...