મુંબઈ : દંગલ (Dangal) ફિલ્મમાં સાથે કામ કર્યા પછી ફાતિમા સના શેખ (Fatima Sana Shekh) અને આમિર ખાન (Aamir Khan)ના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. સોશિયલ મીડિયામાં ફાતિમા અવારનવાર ટ્રોલ થતી હોય છે. દંગલ પછી ફાતિમા અને આમિર ખાન મોટાભાગના કાર્યક્રમોમાં સાથે જોવા મળતા હતા. તેમની આ વર્તણુંકને કારણે અનેક લોકોનું ધ્યાન તેમના સંબંધો તરફ ખેંચાયું હતું અને લોકોએ તેમના અફેયરની ચર્ચા કરવાનું શરૂ કરી દીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ્યારે ફાતિમાને આડકતરી રીતે સવાલ કરવામાં આવ્યો કે તે અફેયર અને રિલેશનશીપ હ્યુમરને કઈ રીતે હેન્ડલ કરે છે? ત્યારે ફાતિમાએ જવાબ આપ્યો હતો કે હેન્ડલ કરવાની શું જરૂર છે? જેને જે કહેવું હોય એ કહી શકે છે. આ વાત કરતી વખતે ફાતિમાની બોડી લેન્ગવેજ એકદમ સામાન્ય હતી અને એવું લાગતું હતું કે તેને આ ચર્ચાથી કોઈ ફરક નથી પડતો. 


ફાતિમા સના શેખ હાલમાં તેની ફિલ્મને કારણે ચર્ચામાં છે. તે હાલમાં અનુરાગ બાસુની ફિલ્મમાં કામ કરી રહી છે. તેની અન્ય ફિલ્મ ભુત પોલીસની રિલીઝમાં હજી થોડી વાર છે. આ સિવાય તે શશાંક ખેતાનની શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે અને આ ફિલ્મ પણ બહુ જલ્દી રિલીજ થશે. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...