EXCLUSIVE: સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat થઈ વાયરલ, થયો મોટો ખુલાસો
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કે કે સિંહની રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં સુશાંતના પિતા શ્રુતિ મોદીને કહે છે કે `હું જાણું છું કે સુશાંતનું બધુ કામ અને તેને પણ તુ જુએ છે. તે હાલ કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા માંગતો હતો. સુશાંત સાથે વાત થઈ હતી તો તે કહેતો હતો કે હું ખુબ પરેશાન છું. હવે તમે વિચારો કે એક પિતાને કેટલી ચિંતા થશે તેના માટે. આથી તમારી સાથે વાત કરવા માંગતો હતો. હવે તમે વાત કરતા નથી તો હું મુંબઈ જવા માંગુ છું, ફ્લાઈટની ટિકિટ મોકલાવી દો.`
નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કે કે સિંહની રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટમાં સુશાંતના પિતા શ્રુતિ મોદીને કહે છે કે 'હું જાણું છું કે સુશાંતનું બધુ કામ અને તેને પણ તુ જુએ છે. તે હાલ કઈ સ્થિતિમાં છે, તે અંગે વાત કરવા માંગતો હતો. સુશાંત સાથે વાત થઈ હતી તો તે કહેતો હતો કે હું ખુબ પરેશાન છું. હવે તમે વિચારો કે એક પિતાને કેટલી ચિંતા થશે તેના માટે. આથી તમારી સાથે વાત કરવા માંગતો હતો. હવે તમે વાત કરતા નથી તો હું મુંબઈ જવા માંગુ છું, ફ્લાઈટની ટિકિટ મોકલાવી દો.'
સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'
આ બાજુ સુશાંતના પિતાએ વોટ્સએપ પર રિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'જ્યારે તમે જાણી ગયા કે હું સુશાંતના પપ્પા છું તો વાત કેમ ન કરી. આખરે વાત શું છે? ફ્રેન્ડ બનીને તેની દેખભાળ અને તેની સારવાર કરાવી રહ્યા છો તો મારી પણ ફરજ બને છે કે સુશાંત અંગે બધી જાણકારી મને પણ હોય. આથી કોલ કરીને મને બધી જાણકારી આપો.'
અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈના બ્રાન્દ્રા ખાતેના પોતાના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી ઙતી. ત્યારબાદથી મુંબઈ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી હતી. પણ પટણામાં સુશાંતના પિતા દ્વારા એફઆઈઆર દાખલ થયા બાદ બિહાર પોલીસની એક ટીમ પણ આ મામલે તપાસ માટે મુંબઈ પહોંચી હતી. હવે આ કેસ સીબીઆઈ પાસે છે. બીજી બાજુ આ મામલે ઈડી પણ પોતાની રીતે તપાસ કરી રહી છે.
જુઓ LIVE TV
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube