સુશાંત-રિયા કરવાના હતા લગ્ન, શોધી રહ્યા હતા ઘર, બ્રોકરે કર્યો ખુલાસો

Sushant Singh Rajput અને રિયા Rhea Chakrabortyના Broker સની સિંહનું નિવેદન સામે આવ્યુ છે. સનીએ જણાવ્યુ કે, રિયા અને સુશાંત બાંદ્રામાં ઘર શોધી રહ્યા હતા. બંન્ને લગ્ન પણ કરવાના હતા.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અનેક સવાલો ઉભા થયા છે. તેની પ્રોફેશનલ લાઇફથી લઈને પર્સનલ લાઇફના એક પછી એક રાઝ ખુલી રહ્યાં છે. સુશાંતની મિત્ર અને કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લઈને પણ એક મોટુ સત્ય સામે આવ્યું છે. તેના બ્રોકર સની સિંહે જણાવ્યુ કે, બંન્ને લગ્ન કરવાના હતા.
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની સાથે ઘણા સવાલ વણઉકેલ્યા છે. તેણે આમ કેમ કર્યુ તેની પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર અલગ અલગ વાતો ચાલી રહી છે તો પોલીસ તપાસ કરી રહી છે. હવે રિયા અને સુશાંતના બ્રોકર સનીનુ નિવેદન સામે આવ્યુ છે. સનીએ જણાવ્યુ, સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી સાથે ઘર જોઈ રહ્યાં હતા. આ ઘર પણ બંન્નેએ સાથે લીધુ હશે. ભાડાને લઈને સુશાંતની ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ લેટ નાઇટ પાર્ટીને લઈને સુશાંતને ઘણીવાર નોટિસ મળી ચુકી છે.
સુશાંતના મોત પર Farhan Akhtar એ કર્યુ ટ્વીટ, 'ગીધ ભેગા થઈ રહ્યા, મગર આસુ વહાવી રહ્યા' છે
રિયા અને સુશાંત બાંદ્રામાં જોઈ રહ્યા હતા ઘર
સનીએ જણાવ્યુ કે, રિયા તેની જૂની કસ્ટમર છે અને તેને ઘણીવાર મળી ચુકી ચે. સુશાંતને ફ્લેટ દેખાડવાના સિલસિલામાં એક બે વાર મળ્યા છે. સની જણાવે છે કે, રિયાએ સુશાંત વિશે જણાવ્યુ હતુ કે, તે જલદી લગ્ન કરવાના છે અને તેથી બાંદ્રામાં ઘર જોઈ રહ્યાં છે. તેવા પણ સમાચાર હતા કે રિયા સુશાંતની સાથે રહે છે અને થોડા દિવસ પહેલા જ તે પોતાના ઘરે ગઈ હતી. રિયા સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચી હતી.
સુશાંતના ભાઈએ કહ્યુ હતુ કે નવેમ્બરમાં હતા લગ્ન
મહત્વનું છે કે સુશાંતના હોમટાઉન પૂર્ણિયાથી તેના પિતરાઇ ભાઈ પન્ના સિંહે દાવો કર્યો હતો કે સુશાંતના નવેમ્બરમાં લગ્ન થવાના હતા. લગ્ન કોની સાથે થવાના હતા તે માહિતી આપવામાં આવી નથી. પન્ના સિંહે જણાવ્યુ હતુ કે થોડા દિવસ પહેલા સુશાંતના પિતા સાથે વાત થઈ હતી અને તેણણે કહ્યુ કે, સુશાંતના લગ્ન નવેમ્બરમાં છે. મુંબઈ જવાનું છે તૈયારી કરી લેજો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube