મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં (Sushant Singh Rajput death case)તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની સતત પૂછપરછ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પહેલા શુક્રવારે અને પછી આજે સોમવારે રિયા, તેના ભાઈ અને પિતા તથા મેનેજરની પૂછપરછ કરી છે. એક તરફ જ્યારે ઈડી રિયાના બધા ટ્રાન્ઝેક્શન પર નજર રાખી રહી છે. આ વચ્ચે રિયા ચક્રવર્તીના આવકવેરા રિટર્ન્સની ડિટેલ સામે આવી છે. તેના દ્વારા ઘણી વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

• 2017-18, 2018-19 નાણાકીય વર્ષમાં ITRમાં રિયા ચક્રવર્તીની કમાણીમાં અચાનક વધારો થયો, પરંતુ સોર્સ ખબર નથી. 


• હવે ઈડી આ સોર્સ ઓફ ઇનકમની તપાસ કરી રહી છે, રિયાએ ઘણી જગ્યાએ રોકાણ કર્યું છે. જે તેની કમાણીથી વધુ જોવા મળી રહ્યું છે. 


• નાણાકીય વર્ષ 2017-18મા રિયાની કમાણી આશરે 18 લાખ હતી (આ ટેક્સ કાપથી અલગ છે)


• નાણાકીય વર્ષ 2018-19મા પણ રિયાએ ITRમા 18 લાખ રૂપિયાની કમાણી દેખાડી છે. 


• 2018થી 2019 વચ્ચે રિયાની ફિક્સ એસેટ 96 હજારથી વધીને 9 લાખ સુધી પહોંચી ગઈ.


સુશાંતની આ કંપનીનું 17 વખત બદલવામાં આવ્યું IP એડ્રેસ, થયા મહત્વના ખુલાસા


• એટલું જ નહીં રિયા કેટલીક કંપનીઓમાં શેર હોલ્ડર પણ છે. ઈડી તેની પણ તપાસ કરી રહી છે કે રિયાએ 2017-18મા 34 લાખ રૂપિયાના શેર ક્યાંથી ખરીદ્યા, જ્યારે કમાણી 18 લાખ હતી. 


• રિયાનું શેર હોલ્ડર ફંડ 2017-18મા 34 લાખથી 2018-2019મા 42 લાખ સુધી પહોંચ્યું.


• આ સિવાય HDFC બેન્ક, ICICI બેન્કમાં એફડીની તપાસ થઈ રહી છે. 


• ITRમા 2017-2019 વચ્ચે કોઈ મોટા ટ્રાન્ઝેક્શનની જાણકારી નથી. 


ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંતના બેન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા છે. આ સિવાય અન્ય લેણ-દેણનીવાત કરવામાં આવી હતી. ત્યારબાદથી ઈડી આ મામલામાં ઝડપથી પૂછપરછ કરી રહ્યું છે. 


સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'


ઈડી રિયા સિવાય તેના પરિવારના સભ્યો અને મેનેજર સાથે વાત કરી રહ્યું છે. પરંતુ શુક્રવારે પૂછપરછમાં રિયાએ સુશાંતના ખાતામાંથી પૈસા કાઢવાની વાતને નકારી હતી. ઈડીએ રિયાની આઠ કલાક અને તેના ભાઈની 12 કલાક પૂછપરછ કરી હતી. 


તમને જણાવી દઈએ કે ઈડી સિવાય હવે આ મામલામાં સીબીઆઈની એન્ટ્રી પણ થઈ ચુકી છે. કેન્દ્ર સરકારે બીસીસીઆઈને તેની તપાસની મંજૂરી આપી છે. પરંતુ મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે આ કેસ રાજ્ય પોલીસની પાસે છે, સીબીઆઈને ટ્રાન્સફર થયો નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube