સુશાંતની આ કંપનીનું 17 વખત બદલવામાં આવ્યું IP એડ્રેસ, થયા મહત્વના ખુલાસા

EDના સૂત્રો પ્રમાણે રિયા ચક્રવર્તીની પૂછપરછમાં સુશાંત સિંહના એકાઉન્ટમાંથી કાઢવામાં આવેલા પૈસાનો હિસાબ સૌથી મોટો પોઈન્ટ છે. સૂત્રો પ્રમાણે, રિયા ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ અને રિયા ચક્રવર્તીના નિવેદનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. 
 

 સુશાંતની આ કંપનીનું 17 વખત બદલવામાં આવ્યું IP એડ્રેસ, થયા મહત્વના ખુલાસા

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput death case)માં સોમવારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પોતાના પિતા અને ભાઈની સાથે મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસમાં ફરીથી હાજર થયા છે. ઈડીએ ત્રણેયને પૂછપરછ માટે બોલાવ્યા છે. સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી પર 15 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો છે. કાલે રિયાના ભાઈ શોવિકની ઈડીએ 18 કલાક પૂછપરછ કરી હતી. તો રિયા ચક્રવર્તીની શુક્રવારે 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો પ્રમાણે સુશાંતની રજીસ્ટર્ડ કંપનીનું આઈપી એડ્રેસ 17 વખત બદલવામાં આવ્યું છે. રિયાની પાસે પૈસા સાથે જોડાયેલા સવાલોની યોગ્ય જાણકારી નથી. રિયા અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટના નિવેદનમાં ફેરફાર છે. સુશાંતની 2 કંપનીઓ રિયાના પિતાના ફ્લેટના નામ પર રજીસ્ટર છે. 

EDના સૂત્રો પ્રમાણે રિયા ચક્રવર્તીની પૂછપરછમાં સુશાંત સિંહના એકાઉન્ટમાંથી કાઢવામાં આવેલા પૈસાનો હિસાબ સૌથી મોટો પોઈન્ટ છે. સૂત્રો પ્રમાણે, રિયા ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ અને રિયા ચક્રવર્તીના નિવેદનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. સુશાંત સિંહના એકાઉન્ટથી પૈસા કાઢવા સાથે જોડાયેલા સવાલો પર રિયા સ્પષ્ટ જવાબ આપી શકી નથી. 

આ સિવાય ઇડીના સૂત્રો જણાવે છે કે નવી મુંબઈનો ફ્લેટ રિયા ચક્રવર્તીના પિતાએ વર્ષ 2011મા ખરીદ્યો હત. આ પણ પૂછપરછનો સૌથી મોટો પોઈન્ટ છે. રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી દ્વારા ખરીદવામાં આવેલા આ ફ્લેટના નામ પર સુશાંતની બે કંપનીઓનું રજીસ્ટર કરાવવામાં આવ્યું છે, જ્યારે તેનું આઇપી એડ્રેસ આશરે 17 વખત બદલવામાં આવ્યું છે. ED હવે આ વાતની તપાસ કરી રહી છે. 

રિયા ચક્રવર્તી, ભાઈ શોવિકની આજે ED ફરી કરશે પૂછપરછ, પિતાને પણ બોલાવ્યા  

સુશાંતે પોતાની એક કંપની સપ્ટેમ્બર 2019મા અને બીજી કંપની જાન્યુઆરી 2020મા રિયાના પિતાના તે નવી મુંબઈના ફ્લેટના નામ પર રજીસ્ટર કરાવી હતી. આ ફ્લેટ જે 757 સ્ક્વેર ફૂટનો છે. રિયાના પિતા ઇન્દ્રજીતે આશરે 53 લાખમાં ખરીદ્યો હતો. ત્યારબાદ આશરે 3 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી હતી. Reality.com સુશાંત સિંહની રજીસ્ટર્ડ કંપની છે, જેનું IP એડ્રેસ વારંવાર બદલવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news