મુંબઇ: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસની સૌથી મહત્વપૂર્ણ કડી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)નું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યા છે. મુંબઇમાં ભલે તપાસની ગતિ ધીમી હોય, પરંતુ સીબીઆઇને તપાસના આદેશ મળતાં રિયા ચક્રવર્તી 6 લોકો વિરૂદ્ધ સીબીઆઇએ એફઆઇઆર નોંધવામાં આવી છે. એટલું જ નહી, રિયા વિરૂદ્ધ ઇડી પણ તપાસ કરી રહી છે. તો બીજી તરફ બિહાર પોલીસે પણ તપાસ ચાલુ રાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના અનુસાર હવે રિયા ચક્રવર્તીને ગત એક વર્ષના ફોન કોલ ડિટેલ્સ જે સામે આવી છે, તેમાં એ દર્શાવવામાં આવ્યું છે કે રિયાએ ગત એક વર્ષમાં કોની-કોની અને કેટલી વાર ફોન પર વાત કરી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


આવો જોઇએ રિયાના ફોનની કોલ ડિટેલ્સ...
- પિતા સાથે 1192 વખત
- પોતાના ભાઇ સાથે 1069 વખત
- સુશાંત સિંહ રાજપૂત સાથે 145 વખત
- સૈમુઅલ મિરાંડ  સાથે 287 વખત
- શ્રુતિ મોદી સાથે 791 વખત
- સિદ્ધાર્થ પીઠાની સાથે 100 વખત
- દીપેશ સાવંત સાથે 41 વખત
- રાની સાથે 4 વખત
- મહેશ ભટ્ટ સાથે 16 વખત
- ઉદય સિંહ ગૌરી સાથે 22 વખત
- આદિત્ય રાય કપૂર સાથે 23 વખત
- ડ્રીમ હોમ રિય એસ્ટેટ સાથે 23 વખત


તો બીજી તરફ આજે (શુક્રવારે) સુશાંત મર્ડર કેસમાં રિયા પોતાનું નિવેદન નોંધાવવા માટે ઇડી ઓફિસ પહોંચી. રિયા ચક્રવર્તીના વકીલ સતીશ મનેશિંદેનું કહેવું છે કે રિયા કાયદાનું પાલન કરે છે અને ઇડી દ્વારા સૂચિત કર્યા બાદ તે સમયથી ઇડીની ઓફિસ પહોંચી ગઇ. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube