Richest Family Bollywood: ખાન અને કપૂર પરિવાર બોલીવુડના સૌથી જુના પરિવાર છે. પરંતુ નેટવર્થની બાબતમાં ખાન, કપૂર અને બચ્ચન પરિવારને ફાઇનાન્સિયલ પાવર હાઉસે પાછળ છોડી દીધા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની વાત આવે તો તેમાં બચ્ચન, ખાન કે કપૂર પરિવાર નહીં પરંતુ કુમાર પરિવાર ટોચ પર છે. ટી સીરીઝ કંપની પાછળના માસ્ટર માઈન્ડ જે શાંતિથી એક પછી એક શાનદાર અને બ્લોકબસ્ટર ફિલ્મો બનાવીને કરોડોની કમાણી કરી રહ્યા છે. બોલીવુડના સૌથી અમીર પરિવારની કમાન ભૂષણ કુમારના હાથમાં છે. આ પરિવારની નેટવર્થ વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ન્યુ બોર્ન બેબી સાથે રાધિકા આપ્ટેનો ફોટો વાયરલ, બાળકના જન્મના 8 દિવસમાં જ કામ શરુ


એક રિપોર્ટ અનુસાર સંગીત સામ્રાજ્યની કમાન સંભાળતા ભૂષણ કુમાર ટી સીરીઝ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે તે બોલીવુડના સૌથી અમીર વ્યક્તિ છે. ટી સીરીઝ કંપનીની શરૂઆત 1983 માં ગુલશન કુમાર એ કરી હતી. હાલ આ કંપની ભૂષણ કુમાર અને તેના કાકા કૃષ્ણકુમાર સાથે મળીને ચલાવે છે. 


આ પણ વાંચો: Pushpa 2 ભુલી જાઓ એવી છે ફહાદ ફાજિલની આ થ્રિલર ફિલ્મ, આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝ


રિપોર્ટ અનુસાર કુમાર પરિવારની ટોટલ નેટવર્થ લગભગ 1.2 અરબ ડોલર એટલે કે 10,000 કરોડ જેટલી છે. ભૂષણ કુમાર સામે બોલીવુડના સૌથી મોટા સ્ટારના પરિવાર પણ કંઈ જ નથી. 


આ પણ વાંચો: રાધિકા મર્ચંટે વર્ષ 2024 માં બનાવ્યો રેકોર્ડ, એક ઝાટકે દીપિકા-કૈટરીનાને છોડી પાછળ


ભૂષણ કુમાર સતત ફિલ્મોમાં ઇન્વેસ્ટ કરે છે અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી પણ કરે છે જેના કારણે કુમાર પરિવારનો બિઝનેસ સતત વધી રહ્યો છે. ભૂષણ કુમારની વધતી નેટવર્કને જોઈને કહી શકાય કે તેમની કિસ્મત ચમકી રહી છે. બોલીવુડના સૌથી અમીર પરિવારોને યાદીમાં કુમાર ફેમિલી પછી ચોપડા પરિવાર આવે છે જેની નેટવર્થ 8000 કરોડ છે અને ત્યાર પછી બચ્ચન પરિવાર આવે છે જે 4,500 કરોડની નેટવર્થ ધરાવે છે.