Radhika Apte: ન્યુ બોર્ન બેબી સાથે રાધિકા આપ્ટેનો ફોટો વાયરલ, બાળકના જન્મના 8 દિવસમાં જ કામ કરી દીધું શરુ

Radhika Apte's Baby Girl Photo: રાધિકાએ 13 ડિસેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના બાળક સાથેની પહેલી તસવીર પણ શેર કરી દીધી. જેમાં તે પોતાની નાનકડી દીકરી અને લેપટોપ સાથે જોવા મળે છે.

Radhika Apte: ન્યુ બોર્ન બેબી સાથે રાધિકા આપ્ટેનો ફોટો વાયરલ, બાળકના જન્મના 8 દિવસમાં જ કામ કરી દીધું શરુ

Radhika Apte's Baby Girl Photo: અભિનેત્રી રાધિકા આપ્ટે હવે જાણીતું નામ બની ગઈ છે. થોડા સમય પહેલા જ તેણે પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. લગ્નના 12 વર્ષ પછી તે માતા બની છે અને તેણે એક અઠવાડિયા પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે. રાધિકાએ 13 ડિસેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના બાળક સાથેની પહેલી તસવીર પણ શેર કરી દીધી. જેમાં તે પોતાની નાનકડી દીકરી અને લેપટોપ સાથે જોવા મળે છે. દીકરીના જન્મના એક અઠવાડિયામાં જ રાધિકા આપ્ટે એ કામ પણ શરૂ કરી દીધું. 

રાધિકા આપ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર દિકરી સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, દીકરીના જન્મ પછી એક અઠવાડિયાના બાળક સાથે કામ ફરીથી શરૂ... જોકે રાધિકા કોમેન્ટમાં એવું નથી જણાવ્યું કે તેને દીકરીને જન્મ આપ્યો છે કે દીકરાએ. પરંતુ તેની એક મિત્ર સારા અફઝલે કોમેન્ટ કરી છે અને તેમાં તેણે લખ્યું છે સૌથી સારી છોકરીઓ..આ કોમેન્ટ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાધિકા આપ્ટે એ દીકરીને જન્મ આપ્યો છે. 

ફોટોમાં રાધિકા આપ્ટેના હાથમાં નાનકડું બેબી છે અને તેણે લેપટોપ સાથે સુપર મોમ અવતારમાં ફોટો ક્લિક કર્યો છે. આ ફોટો પર દિવ્યેદુ શર્મા, શ્વેતા ત્રિપાઠી, ટિસ્કા ચોપડા સહિતના કલાકારોએ પણ કોમેન્ટ કરીને અભિનેત્રીને શુભેચ્છા પાઠવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Radhika (@radhikaofficial)

મહત્વનું છે કે રાધિકા વર્ષ 2012માં બ્રિટિશ વાઇલીનીસ્ટ અને સંગીતકાર બેનેડીકટ ટેલર સાથે લગ્ન કર્યા હતા. રાધિકા આપ્ટે પોતાની પર્સનલ લાઇફને લાઈમલાઈફથી દૂર રાખે છે. રાધિકા આપ્ટેએ તેની પ્રેગ્નન્સી પણ પ્રાઇવેટ રાખી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news