આ દેશમાં કુંવારાઓને પડી જશે મોજ! ભાડેથી મળે છે ખુબસુરત પત્નીઓ, થોડા દિવસ માણો લગ્નજીવનનો આનંદ
Pleasure Marriage in Indonesia: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જ્યારે તમે ફરવા જશો ત્યારે આ મહિલાઓ તમારી સાથે લગ્ન કરી લેશે અને ફર્યા બાદ તે તમને છૂટાછેડા આપી દેશે. આ રીતે તમે બન્ને એક બીજાથી અલગ થઈ જશો.
આ પૃથ્વી પર એકથી એક ચઢીયાતા લોકો રહે છે, જે અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે, પરંતુ તેમની પ્રવૃતિમાં હરવું ફરવું સૌથી વધુ હોય છે. જે લોકોને ટૂરિઝ્મનો સૌથી વધુ શોખ રહે છે, તે પોતાના દેશ સિવાય અલગ અલગ દેશોમાં પણ ફરવાનું એન્જોય કરે છે. સમય સમય પર હરતા ફરતા રહેવાથી માઈન્ડ સ્ટ્રેસ ઓછું થાય છે. તેની સાથે જ તે જગ્યાની વારસા, સંસ્કૃતિ, જીવનશૈલી, ખોરાક, ભાષા વગેરે વિશે નજીકથી અને ઊંડાણપૂર્વક જાણવાની તક મળે છે. એવામાં કેટલીકવાર આપણે કેટલીક એવી વાતો સાંભળીએ છીએ જે ઘણી અજીબોગરીબ લાગે છે.
આજે અમે તમને એવા જ એક દેશ વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં મહિલાઓ પર્યટકો સાથે લગ્ન કરી લે છે. જી હા... આ સાંભળવામાં ઘણું અજીબ લાગે છે, પરંતુ જો તમારે થોડાક દિવસો માટે પત્ની જોઈએ તો તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના આ દેશને એક્સપ્લોરર કરી શકો છો. અહીં ભાડા પર પત્ની ખરીદી શકાય છે.
પહેલા કરો લગ્ન, પછી છૂટાછેડા
હવે સવાલ એ ઊભો થાય છે કે આ પત્ની થોડા દિવસો માટે હોય છે તો તેને છૂટાછેડા કેવી રીતે મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તમે ટ્રિપ પર જાઓ છો ત્યારે આ મહિલાઓ તમારી સાથે લગ્ન કરશે અને ટ્રિપ પછી તેઓ તમને છૂટાછેડા આપી દેશે. આ રીતે તમે બંને એકબીજાથી અલગ થઈ જશો. ચાલો આ દેશ વિશે વધુ વિગતવાર અહીં જાણીએ.
ભાડે મળે છે પત્ની
આ દેશનું નામ ઇન્ડોનેશિયા છે, જ્યાં કુંવારા પ્રવાસીઓ માટે થોડા દિવસની પત્નીની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ ભાડેથી પત્નીઓને લઈ જઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયાઈ દેશોમાં પ્લેજર લગ્નનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ઈન્ડોનેશિયામાં તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. એક રીતે તે એક ધંધો બની ગયો છે. જેના કારણે અહીં પર્યટનમાં ઘણો વધારો થયો છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગામડાની છોકરીઓ અને ઓછી સાક્ષરતા ધરાવતી છોકરીઓને અહીં રોજગારી આપવામાં આવે છે.
શું છે પ્લેજર લગ્ન?
સૌથી પહેલા જાણીએ કે પ્લેજર મેરિજ શું હોય છે? જોકે, આ એક કોન્ટ્રેક્ટ બેસિસ લગ્ન છે. તેમાં પહેલા યુવક અને યુવતી વચ્ચે પરિચય કરાવવામાં આવે છે, પછી બન્નેના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન બાદ આ યુવતી ત્યાં સુધી તમારી સાથે પત્નીના રૂપમાં રહે છે, જ્યાં સુધી તમે તે દેશમાંથી ચાલ્યા ના જાવ. તે દરમિયાન પતિ-પત્નીના રબપમાં તે તમારી સાથે ફરે ચે. એક બીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે.
કરો એક્સપ્લોર
જ્યારે તમે દેશ છોડો ત્યારે બન્ને જણાના કાયદાકીય છૂટાછેડા પણ કરાવવામાં આવે છે. જોકે, ઈન્ડોનેશિયા સરકાર દ્વારા પ્લેજર લગ્ન પર બેન લગાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં પણ આ કામને અંજામ આપવામાં આવે છે. એવામાં જો તમે પણ કુંવારા છો અને હરતી ફરતી વખતે મેરેજ લાઈફનો આનંદ ઉઠાવી શકો છો, તો આ બે દેશની જરૂરથી મુલાકાત લઈ શકો છો.
Trending Photos