નવી દિલ્હીઃ ઋષિ કપૂરના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે જગ્યા ખાલી થઈ છે, તે ક્યારેય ભરી ન શકાય. 30 એપ્રિલે લ્યૂકેમિયાથી તેમનું નિધન થયું હતું. પોતાના પિતાને યાદ કરતા તેમની પુત્રી રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક જૂનો ફોટો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિદ્ધિમાએ શેર કર્યો ફેમેલી ફોટો
ઋષિ કપૂરના નિધન બાદ તેમની પુત્રી રિદ્ધિમા તેમને યાદ કરતા તેમની તસવીરો શેર કરતી રહી છે. તેમના આ દુનિયામાંથી ગયાને એક મહિનો થઈ ગયો છે. રિદ્ધિમાએ ઇન્સ્ટા સ્ટોરી પર એક ડૂનો ફેમેલી ફોટો શેર કર્યો છે. ફોટોમાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, રિદ્ધિમાના પતિ અને પુત્રી જોવા મળી રહી છે. 


માતા નીતૂ કપૂરની પાસે છે રિદ્ધિમા
આ ફોટોની સાથે રિદ્ધિમાએ લખ્યું છે, આજે એક મહિનો થઈ ગયો અને અમે તમને યાદ કરીએ છીએ. રિદ્ધિમા મુંબઈમાં પોતાના માતા પાસે છે. તે ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર બાદ દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. લૉકડાઉનને કારણે રિદ્ધિમા પિતાને અંતિમ વિદાય આપી શકી નહતી. 


હવે લોકડાઉન પછી લોકો કેવી રીતે કરશે ફ્લર્ટિંગ! Urvashi Rautela શેર કર્યો રસપ્રદ VIDEO

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube