મુંબઈ : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ જ્યારે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી ત્યારથી તેનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાયેલું હતું. આ પછી  બંનેએ અનેક વર્ષો સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું. તેમના સંબંધ જોઈને લાગતું હતું કે આ બંને બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે પણ એકાએક આખી વાર્તા બદલાઈ ગઈ. આખરે સિદ્ધાર્થ અને આલિયાનું બ્રેકઅપ થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બ્રેકઅપ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ જેકલિન ફર્નાન્ડિસ સાથે જોડાઈ ગયું હતું અને આલિયા-રણબીરના અફેરની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. સિદ્ધાર્થ અને આલિયાનો સંબંધ તો ‘અ જેન્ટલમેન’ સાથે પુરો થઈ ગયો હતો પણ આલિયા-રણબીરની રિલેશનશીપ હજી ચાલી રહી છે. ચર્ચા છે કે આલિયા અને રણબીરના પરિવારે તો બંનેને સત્તાવાર માન્યતા આપી દીધી છે. 


સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ આલિયા અને જેકલીન પછી વિકલ્પ શોધી લીધો છે. લેટેસ્ટ સમાચાર પ્રમાણે સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ‘લસ્ટ સ્ટોરીઝ’ની એક્ટ્રેસ કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો છે. ફિલ્મફેરના સમાચાર પ્રમાણે તેઓ સતત એકબીજા સાથે ફોન પર વાતો કરતા રહે છે અને બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો ગમે છે. બંને એકબીજા સાથે કરણ જોહરના ઘરે પણ જોવા મળ્યા છે. 


બોલિવૂડના લેટેસ્ટ સમાચાર જાણવા કરો ક્લિક...