#MeToo કેમ્પેઇનમાં બોલિવૂડના પહેલા પુરુષ સેલિબ્રિટીનો ખુલાસો : મારું પણ થયું હતું ઉત્પીડન
#MeToo કેમ્પેઇનમાં અત્યાર સુધી મહિલા સેલિબ્રિટીઓએ જ પોતાનો અનુભવ શેયર કર્યો છે
નવી દિલ્હી : હાલમાં બોલિવૂડ બે પક્ષમાં વહેંચાઈ ગયું છે. એક પક્ષ #MeTooની તરફેણમાં છે અને બીજો પક્ષ વિરોધમાં. બોલિવૂડમાં અત્યાર સુધી અનેક મહિલાઓએ સેલેબ્રિટી રાઇટર અને ડિરેક્ટર પર જાતીય સતામણીના આરોપ મૂક્યા છે. જોકે હવે બોલિવૂડમાં પહેલીવાર કોઈ પુરુષ સેલિબ્રિટી 25 વર્ષ પહેલાં તેની સાથે થયેલા ઉત્પીડન વિશે બોલ્યો છે અને આ સેલિબ્રિટી છે સૈફ અલી ખાન.
[[{"fid":"186187","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
બોલિવૂડના સુપરસ્ટાર સૈફ અલી ખાને કહ્યું છે કે તે #MeToo અભિયાન અંતર્ગત પોતાના અનુભવ શેયર કરી રહેલી મહિલાઓની તરફેણમાં છે કારણ કે તે બહુ સારી રીતે તેમની પીડા સમજી શકે છે. સૈફના દાવા પ્રમાણે તે 25 વર્ષ પહેલાં આવા ઉત્પીડનના અનુભવમાંથી પસાર થયો છે પણ તે યૌન ઉત્પીડન નહોતું. સૈફે કહ્યું છે કે મારી કરિયરમાં પણ મારું ઉત્પીડન થયું છે અને મારી સાથે આ ઘટના 25 વર્ષ પહેલાં બની હોવા છતાં હું અત્યારે પણ એ માટે ગુસ્સામાં છું.
#MeToo : આયુષ્યમાનની પત્ની મોટો ખુલાસો, જાણીને હલી જશો
સુભાષ ઘઈને મોંઘો પડી શકે છે #MeTooનો આરોપ, લેવાશે મોટો નિર્ણય?
સૈફે જણાવ્યું છે કે ''મોટાભાગના લોકો બીજાની તકલીફને નથી સમજતા. બીજાની તકલીફને સમજવાનું મુશ્કેલ છે. આપણે મહિલાઓનું ધ્યાન રાખવું જોઈએ અને એના અપરાધીઓને દંડ ફટકારવો જોઈએ.''