મુંબઇ: સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ 'જવાની જાનેમન'ના સત્તાવાર પોસ્ટરને જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સૈફ પોતાના લુક વડે દર્શકોને ધ્યાનને ખૂબ આકર્ષિત કરી રહ્યા છે. તેના પોસ્ટર પર લોકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે. એકે તેમના ગીતને લઇને સવાલ કર્યો છે. કેટલાક લોકો સૈફની પ્રશંસા કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક યૂઝર તો તેના પર જવાની જાનેમન હસીન દિલરૂબા...ગીતના રૂપમાં કોમેન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક મળીને કંઇક અલગ કહી રહ્યા છે. યૂઝર પોસ્ટર જોઇને જ તે હિટ હોવાનો દાવો કરી રહ્યા છે. 


આ નવા પોસ્ટરમાં સૈફ અલી પથારી પર સૂતાં સૂતાં ધાબળામાંથી બહારની તરફ જુએ છે. તેમના હાથમાં બિયરની એક બોટલ પણ જોવા મળી રહી છે. ગળામાં પ્લેબોય પેડલ અને બાવડા પર ટેટૂ કરતો સૈફનો લુક ખૂબ જ હટકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube