Salman Khan Tiger 3: ગદર 2ના પહેલા દિવસે જે રીતે ધમાકેદાર ઓપનિંગ કરી એના પછી સલમાન ખાનને અહેસાસ થઈ ગયો કે આ ફિલ્મ કેટલી મોટી હિટ થવા જઈ રહી છે. સલમાને પણ ઢાઈ કિલોના હાથ જેટલી ભારે શુભકામનાઓ પાઠવી. ગદર 2 બોક્સ ઓફિસ પર સફળતાનો ઈતિહાસ લખી રહી છે અને તેના ક્રેઝે પહેલા આવેલી તમામ ફિલ્મોના ક્રેઝને પછાડી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાકમાં વરસાદની થશે એન્ટ્રી! હવે આ વિસ્તારોને 'વારો', જાણો શુ કહે છે આગાહી?


આ ફિલ્મે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે જોવાનું એ રહે છે કે આ આંકડો ક્યાં સુધી પહોંચે છે. ફિલ્મ કેટલી મોટી હિટ થશે. પરંતુ ફરી એકવાર એ નક્કી થઈ ગયું છે કે જો બોલિવુડ હીરો બોક્સ ઓફિસ પર પાકિસ્તાનને ટક્કર આપે તો સફળતાની ગેરંટી કંઈક અંશે વધી જાય છે.


ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો; કયા પાકનું કેટલા હેક્ટરમાં થયું વાવેતર?


મિશન પાકિસ્તાન
તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન પણ પોતાની ફિલ્મમાં આ જ ફોર્મ્યુલા અપનાવવા જઈ રહ્યો છે. મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર, તારા સિંહ જે રીતે ગદર 2માં બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનમાં ઘૂસ્યા હતા, તેવો જ કિસ્સો સલમાન સાથે પણ થવાનો છે. 


શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી


સામે આવી રહેલા અહેવાલો સૂચવે છે કે ટાઇગર 3માં સલમાન ખાન જે મિશન પર જાસૂસ એજન્ટ ટાઈગર તરીકે જઈ રહ્યો છે, તે તેને પાકિસ્તાન લઈ જશે. કહાનીમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળશે, જેમાં ટાઇગર બનેલો સલમાન તેમની જ ધરતી પર પાકિસ્તાનની ધૂળ ચટાડશે.


ગુજરાતની આ શાળાએ વિદ્યાર્થીઓને સાથે લઈને કેમ સ્મશાનમાં લહેરાવ્યો તિરંગો?


દિવાળીની જોવી પડશે રાહ
ટાઈગર 3માં ઈમરાન હાશ્મી મુખ્ય વિલન બન્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઈમરાન હાશ્મીનો રોલ આઈએસઆઈ ઓફિસરનો છે. જે ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે. આવી સ્થિતિમાં બોલિવૂડના દર્શકો ટાઈગર 3માં ભારત અને પાકિસ્તાનના જાસૂસો અને એજન્ટો વચ્ચે જોરદાર લડાઈની અપેક્ષા રાખી શકે છે. આ ફિલ્મ વર્ષના અંતમાં દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 


વર્લ્ડકપની મેચ જોવાની છે તો અત્યારે કરો રજીસ્ટ્રેશન, ICCએ આપી મહત્વની જાણકારી


દરમિયાન, ટાઇગર 3 માટે પેચ વર્ક ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ જરૂર પડ્યે અમુક પાર્ટ્સ સુધારવામાં આવ્યાના સમાચાર છે. હાલમાં જ સલમાનનો એક વીડિયો લીક થયો હતો, જેમાં તે YRF સ્ટુડિયોમાં શૂટિંગ કરતો જોવા મળી રહ્યો છે. ટાઈગર 3નું નિર્દેશન મનીષ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ મુખ્ય હિરોઈન છે. શાહરૂખ ખાન પણ તેમાં પઠાણની ભૂમિકા ભજવશે.