ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો; જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં થયું વાવેતર?

ગુજરાતમાં ખરીફ વાવેતર 93.55 ટકા થયું છે. ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો; જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં થયું વાવેતર?

ઝી બ્યુરો/ગાંધીનગર: ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે. જેમાં આ વખતે ખેતીનું વાવેતર પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ખરીફ વાવેતર 93.55 ટકા થયું છે. ગુજરાતમાં સારા વરસાદથી ખરીફ વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં ખરીફ વાવેતરમાં વધારો થયો છે.

કપાસનું સૌથી વધુ 26.76 લાખ હેક્ટરમાં 113 ટકા વાવેતર કરાયું છે. જ્યારે બાજરીનું 1.91 લાખ હેક્ટરમાં 108 ટકા વાવેતર થયું છે. ડાંગરનું 8.54 લાખ હેક્ટરમાં 101 ટકા વાવેતર થયું છે. જો કે મગફળીની વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે...આ વર્ષે મગફળીનું 16.33 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું છે.

જો વાત પાકના વાવેતરની કરવામાં આવે તો ખરીફ વાવેતર ગત વર્ષની 78.88 લાખ હેક્ટરની સામે આ વર્ષે 80.42 લાખ હેક્ટર થયું છે. જેના કારણે વધુ પ્રમાણમાં ધાન્યની પ્રાપ્તિ થવાની પણ સંભાવના રહી છે. જેના કારણે અનાજનું પણ જથ્થો મળી રહશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news