વર્લ્ડકપની મેચ જોવાની છે તો અત્યારે કરો રજીસ્ટ્રેશન, જાણો ક્યા દિવસથી શરૂ થશે ટિકિટનું વેચાણ

ભારત અને પાકિસ્તાનના મુકાબલાની તારીખ 15 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર થઈ ગઈ છે. આ મહામુકાબલા માટે ટિકિટના વેચાણની તારીખ પણ સામે આવી ગઈ છે. 

વર્લ્ડકપની મેચ જોવાની છે તો અત્યારે કરો રજીસ્ટ્રેશન, જાણો ક્યા દિવસથી શરૂ થશે ટિકિટનું વેચાણ

નવી દિલ્હીઃ ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ભારત પહેલીવાર એકલા આ મેગા ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. અગાઉ 2011માં ભારતે શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને યજમાની કરી હતી. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમો રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એકબીજા સાથે રમશે અને લીગ તબક્કામાં 9-9 મેચ રમશે. વર્લ્ડ કપની મેચો છે અને ખાસ વાત એ છે કે તે ભારતમાં છે, તેથી ભારતીય ચાહકો માટે આનાથી મોટી ક્ષણ કંઈ હોઈ શકે નહીં. તો જો તમે સ્ટેડિયમમાં જઈને મેચ જોવા માંગતા હોવ તો ટિકિટના વેચાણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 

ટિકિટ માટે હવે નોંધણી કરો
ICC દ્વારા 25 ઓગસ્ટ 2023થી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવશે. ટિકિટના વેચાણ પહેલા, ICC દ્વારા મંગળવાર, 15 ઓગસ્ટના રોજ એક લિંક શેર કરવામાં આવી હતી અને ટિકિટના વેચાણ પહેલા નોંધણી કરવા માટે માહિતી આપવામાં આવી હતી. હકીકતમાં, આ નોંધણી ચાહકોને ટિકિટના વેચાણ વિશે સતત અપડેટ રાખશે. આમાં ફોન નંબર આપવાનો રહેશે અને રજીસ્ટ્રેશન બાદ તમામ અપડેટ ફોન નંબર પર શેર કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન પછી ચાહકોને ટિકિટ બુકિંગ સંબંધિત તમામ માહિતી ઘરે બેઠા જ મળી જશે.

🔹 25 August: Non-India warm-up matches and all non-India event matches
🔹 30 August: India matches at Guwahati and Trivandrum
🔹 31 August: India matches at Chennai, Delhi and Pune
🔹 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai
🔹 2… pic.twitter.com/GgrWMoIFfA

— ICC (@ICC) August 15, 2023

25 ઓગસ્ટ: ભારત સિવાયની તમામ મેચો માટે ટિકિટનું વેચાણ થશે (વૉર્મ-અપ મેચો સહિત)
ઑગસ્ટ 30: ભારતમાં ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં યોજાનારી મેચોની ટિકિટનું વેચાણ શરૂ થશે.
ઑગસ્ટ 31: ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે.
સપ્ટેમ્બર 1: ભારતમાં ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં યોજાનારી મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ થશે.
સપ્ટેમ્બર 2: બેંગલુરુ અને કોલકાતા, ભારતમાં યોજાનારી મેચો માટે ટિકિટનું વેચાણ થશે.
સપ્ટેમ્બર 3: ભારતની અમદાવાદ મેચની ટિકિટ (IND vs PAK ઓક્ટોબર 14)
15 સપ્ટેમ્બર: સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટોનું વેચાણ શરૂ થશે

એટલે કે 15 સપ્ટેમ્બર બાદ ટિકિટ મળી શકશે નહીં. તેવામાં 25 ઓગસ્ટતી 15 સપ્ટેમ્બર સુધી ફેન્સે એક્ટિવ રહેવું પડશે. ખાસ આ તારીખો ધ્યાનમાં રાખવી પડશે કારણ કે અલગ-અલગ ફેઝમાં ટિકિટ વેચવામાં આવશે. તે માટે cricketworldcup.com/register જઈને બધાએ રજીસ્ટર કરવાનું છે અને તારીખો પ્રમાણે ટિકિટોનું ઓનલાઈન બુકિંગ કરાવવાનું છે. ઓનલાઈન બુકિંગ બાદ ફેન્સને જ્યાં મેચ હશે તેના એક દિવસ પહેલા કે મેચના દિવસે પોતાની ફિઝિકલ ટિકિટ કલેક્ટ કરવી પડશે. તેની જાણકારી બાદમાં આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news