નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. લુધિયાણામાં પોતાની આગામી ફિલ્મ 'ભારત'ના શૂટિંગ શેડ્યુલ દરમિયાન સલમાન ઘાયલ થઈ ગયો છે અને તેને સારવાર માટે મુંબઈ મોકલી દેવામાં આવ્યો છે. સલમાનની ઇજાને પગલે ફિલ્મનું શૂટિંગ પણ અટકી ગયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સલમાનને જિમ એક્સરસાઇઝ દરમિયાન પાંસળીમાં ઇજા પહોંચી હતી જેના કારણે તેને હેરલાઇન ફ્રેક્ચર થઈ ગયું છે. હવે ડોક્ટર્સે સલમાનને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટનો એક નિર્ણય અને Birthday Girl સુસ્મિતા સેનને થઈ ગયો લાખોનો ફાયદો 


'ભારત' માટે પંજાબના લુધિયાણાથી 20 કિલોમીટર દૂર બલ્લોવાલ ગામમાં આબેહુબ અટારી-વાઘા બોર્ડર જેવો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં કેટરિના કૈફ, સુનીલ ગ્રોવર તેમજ જેકી શ્રોફ સહિતની ફિલ્મની આખી કાસ્ટ શૂટિંગ માટે પહોંચી છે. ‘ભારત’માં સલમાનનો લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં સલમાન બે જુદા-જુદા લુકમાં દેખાઈ રહ્યો છે. એક તસવીરમાં સલમાન હાફ સ્લીવ્ડ જેકેટમાં પોતાના બાઈસેપ્સ ફ્લોન્ટ કરી રહ્યો છે. બીજી તસવીરમાં હાફ શર્ટમાં 70sના લુકમાં દેખાઈ રહ્યો છે. સલમાનના આ લુક્સને જોઈને ફેન્સ ખૂબ એક્સાઈટેડ થઈ ગયા છે.


#MeToo મામલે પ્રીતિ ઝિંટાએ આપ્યું એવું નિવેદન કે સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ


હાલમાં જ આ ફિલ્મની લંબાઈ અંગે પણ ખૂબ ચર્ચા થઈ રહી હતી. ચર્ચા હતી કે, ફિલ્મ 3 કલાકથી પણ વધુ લાંબી છે. આ ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ઉપરાંત કેટરીના, દિશા પટની, જેકી શ્રોફ, તબ્બૂ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...