Salman Khan Maintain Distance From Jacqueline Fernandez: બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ હાલ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચામાં છે. આ મામલે અનેકવાર તેની પૂછપરછ પણ થઈ ચૂકી છે. કહેવાય છે કે દિલ્હી પોલીસે અભિનેત્રીની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હ તી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જેકલીન ફર્નાન્ડિસ કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે રિલેશનશીપમાં પણ હતી. જો કે જેકલીન ફર્નાન્ડિઝ જ નહીં પરંતુ આ મામલે તો અનેક અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે. પરંતુ જેકલીનની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લેતી. હવે તેના ખાસમખાસ મિત્રએ પણ તેનાથી અંતર જાળવી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને જાળવ્યું અંતર
મળતી માહિતી મુજબ જેકલીન ફર્નાન્ડિસનું નામ જ્યારથી મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું છે ત્યારથી અભિનેત્રી પોતાને એકલી  ફીલ કરી રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે નામ જોડાયા બાદ તેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. કથિત રીતે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ સંકળાયા બાદ અભિનેત્રીથી મોટાભાગના મિત્રોએ હવે અંતર જાળવી લીધુ છે. રિપોર્ટ્સ મુજબ આ મિત્રોમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ છે. કહેવાય છે કે સલમાન ખાને 'કિક' અભિનેત્રીથી અંતર જાળવી લીધુ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube