નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસ 68 લાખથી પાર થઈ ચુક્યા છે. તેની સાથે જનજીવન પાટા પર પરત ફરી રહ્યું છે, પરંતુ ખતરો વધી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે જંગ માટે 'યૂનાઇટેડ ટૂ ફાઇટ કોરોના' કેમ્પેન શરૂ કર્યું છે. પીએમ મોદીએ આ  #Unite2FightCorona કેમ્પેનને બોલીવુડ સિતારાઓનો સાથ મળ્યો છે. સલમાન ખાનથી લઈને કંગના રનૌત સુધી આ જન આંદોલન દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગનો મેસેજ આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાને ટ્વિટર પર લખ્યુ- 'આ મુશ્કેલ સમયમાં માત્ર ત્રણ વસ્તુ કરોઃ છ ફૂટનું અંતર જાળવો, માસ્ક પહેરો અને પોતાના હાથને સેનેટાઇઝ કરો અને ધોવો.' આવો કોરોના વિરુદ્ધ પ્રધાનમંત્રી મોદીના જન આંદોલનને લાગૂ કરો. જય હિંદ.


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube