Madhuri Dixit Sanjay Dutt Affair: બોલીવુડના બહુચર્ચિત અફેર્સની વાત આવે તો તેમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિત નું નામ ચોક્કસથી આવ્યા. 90 ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની લવ સ્ટોરીની ચર્ચાઓ જોરોશોરથી થતી હતી. તેમના સંબંધો એટલા ગાઢ થઈ ગયા હતા કે સંજય દત્તની પત્નીએ પણ તેનો સ્વીકાર કર્યો હતો. સંજય દત્ત અને માધુરી દીક્ષિતની પ્રેમ કહાની સાજન અને ખલનાયક ફિલ્મ દરમિયાન શરૂ થઈ હતી. બંને વચ્ચેના પ્રેમ સંબંધોની વાત જોત જોતામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગની જેમ ફેલાવા લાગી. તે સમયે સંજય દત્ત ની પત્ની રુચા શર્મા અમેરિકામાં પોતાની સારવાર કરાવી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


તારક મેહતા છોડ્યાના 6 વર્ષ પછી આવા દેખાય છે 'દયાબેન', શોમાં જોવા મળશે બદલેલા રૂપમાં


Ileana D'cruz એ શેર કરી બોયફ્રેન્ડની તસવીર, લગ્ન વિના આપશે પહેલા બાળકને જન્મ


Viral Video: 31 વર્ષમાં પહેલીવાર કાજોલે ઓન સ્ક્રીન આપ્યો Kissing સીન, વીડિયો વાયરલ


જ્યારે રુચા શર્માના કાન સુધી સંજય દત્તના અફેરની વાત આવી તો રૂચા પોતાની દીકરીને લઈને ભારત આવી ગઈ હતી. જોકે રુચાને રિસીવ કરવા માટે સંજય દત્ત એરપોર્ટ પણ ગયો નહીં તે વાતથી રુચા શર્માને આઘાત લાગ્યો હતો. જોકે આ ઘટના પછી સંજય દત્તને પણ મોટો ઝટકો લાગ્યો. 1993 માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ પણ આવ્યું ત્યાર પછી તેને સજા મળી આ ઘટના પછી માધુરી દીક્ષિત એ સંજય દત્ત સાથે છેડો ફાડી લીધો.


સંજય દત્ત અને માધુરી દીક્ષિતના અફેરને લઈને રુચા શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલીને વાત કરી હતી. રુચા શર્માએ કહ્યું હતું કે સંજયને તેના જીવનમાં ઘણી વખત ઈમોશનલ સપોર્ટની જરૂર પડી હતી. જ્યારે માધુરી તેને છોડીને જતી રહી ત્યારે તે ખૂબ જ આહત થયો હતો. જોકે આ ઘટના બાદ રૂચા શર્મા પણ બીમારીના કારણે અવસાન પામી હતી.