Ileana D'cruz એ શેર કરી બોયફ્રેન્ડની તસવીર, ટુંક સમયમાં લગ્ન વિના આપશે પહેલા બાળકને જન્મ

Ileana D'cruz: ઇલિયાનો ડિક્રુઝ એ પોતાની ઈંસ્ટા સ્ટોરીમાં હાર્ટ વાળી ઈમોજી સાથે બોયફ્રેન્ડ સાથેની કોઝી તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં અભિનેત્રી અને મીસ્ટ્રી મેન એકબીજા સાથે ખુશ જોવા મળે છે બંને ડેટનાઇટ એન્જોય કરી રહ્યા છે. જોકે આ પહેલા પણ ઇલિયાના એ પોતાના બોયફ્રેન્ડ સાથે તસવીર શેર કરી હતી પરંતુ આ ફોટો બ્લર હોવાથી તેના બોયફ્રેન્ડનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાયો ન હતો.

Ileana D'cruz એ શેર કરી બોયફ્રેન્ડની તસવીર, ટુંક સમયમાં લગ્ન વિના આપશે પહેલા બાળકને જન્મ

Ileana D'cruz:અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝે થોડા સમય પહેલા જ પોતાની પ્રેગનેન્સી જાહેર કરી છે ત્યારથી જ લોકો સતત એ વાત જાણવા આતુર છે કે ઇલિયાના ડિક્રુઝના બાળકનો પિતા કોણ છે. કારણ કે ઇલિયાના ડિક્રુઝે હજુ સુધી લગ્ન કર્યા નથી. ટૂંક સમયમાં જ ઇલિયાના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે ત્યારે તેણે પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી હતી. આ પહેલીવાર છે જ્યારે ઇલિયાના ડિક્રુઝ એ પોતાના બોયફ્રેન્ડ સાથે પોતાની તસવીર શેર કરી હોય.

આ પણ વાંચો:

ઇલિયાનો ડિક્રુઝ એ પોતાની ઈંસ્ટા સ્ટોરીમાં હાર્ટ વાળી ઈમોજી સાથે બોયફ્રેન્ડ સાથેની કોઝી તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં અભિનેત્રી અને મીસ્ટ્રી મેન એકબીજા સાથે ખુશ જોવા મળે છે બંને ડેટનાઇટ એન્જોય કરી રહ્યા છે. જોકે આ પહેલા પણ ઇલિયાના એ પોતાના બોયફ્રેન્ડ સાથે તસવીર શેર કરી હતી પરંતુ આ ફોટો બ્લર હોવાથી તેના બોયફ્રેન્ડનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાયો ન હતો. 

જ્યાં સુધી ઇલિયાનાએ પોતાના બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો ન હતો ત્યાં સુધી ચર્ચા હતી કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટીયનને ડેટ કરી રહી છે તેવા હવે આ તસ્વીર સામે આવ્યા પછી ડેટિંગની ખબરો પર બ્રેક લાગી ગઈ છે. જોકે હજુ સુધી અભિનેત્રીએ એ સ્પષ્ટતા નથી કરી કે તેણે આ મિસ્ટ્રી મેન સાથે લગ્ન કર્યા છે કે નહીં. 

હાલ તો ઇલિયાના પોતાની પ્રેગનેન્સી એન્જોય કરી રહી છે પરંતુ ફિલ્મની વાત કરીએ તો ટૂંક સમયમાં તે અનફેર એન્ડ લવલી માં જોવા મળશે જેમાં તેની સાથે અભિનેતા રણદીપ હુડ્ડા પણ હશે. આ સિવાય ઇલિયાના પાસે વિદ્યા બાલન અને પ્રતિક ગાંધી સાથેની અનટાઇટલ ફિલ્મ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news