મુંબઇ: અર્જૂન કપૂર, કૃતિ સેનન (Kriti Sanon), અને સંજય દત્ત (Sanjay Dutt) ની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પાણીપત (Panipat) રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ચાહકોને આ ફિલ્મની ખુબ આતુરતા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ કપિલ શર્માના શોમાં પણ જોવા મળશે. આ શોમાં આ વખતે જબરદસ્ત મનોરંજન જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'પાણીપત'નું પહેલું ગીત મર્દ મરાઠા રિલીઝ ! રૂંવાટા ઉભા કરી દેશે આ VIDEO


કપિલે પૂછ્યું કે તમને પાણીપતના યુદ્ધ અંગે ખબર હતી, તો સંજય દત્તે જવાબ આપ્યો કે હિસ્ટ્રી વાચી છે પરંતુ નંબર બહુ ઓછા આવતા હતાં. કપિલે પૂછ્યું કે કયા વિષયમાં તો સંજયે કહ્યું કે બધામાં. પછી કપિલે પૂછ્યું કે તમે સુનીલ દત્ત સાહેબના સિગ્નેચર માર્કશીટમાં કર્યા છે તો જ સંજયે જવાબ આપ્યો કે ઘણીવાર કર્યા છે. મે મમ્મી અને ટીચરના પણ સાઈન કર્યા છે. આ સાંભળીને બધા હસી પડે છે. 


ત્યારબાદ કપિલ પૂછે છે કે તમારી એક ફિલ્મ આવી હતી સંજૂ. જેમાં રણબીર કપૂરે તમારી ભૂમિકા ભજવી હતી. અમે તેમા જોયું કે તમારી 308મી ગર્લફ્રેન્ડ હતી, સર માલા પણ 108 પર ખતમ થઈ જાય છે. જેના પર સંજયે જવાબ આપ્યો કે મારી માળા 308ની છે અને એ હજુ અહીં ખતમ થઈ નથી. આગળ ઘણુ બધુ થઈ શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube