'પાણીપત'નું પહેલું ગીત મર્દ મરાઠા રિલીઝ ! રૂંવાટા ઉભા કરી દેશે આ VIDEO

ઇતિહાસની એક જબરદસ્ત સ્ટોરી સિનેમાના પડદે જોવા મળવાની છે. ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરે (Ashutosh Gowariker) ભવ્ય સેટ્સ અને દમદાર એક્શનવાળી પોતાની આગામી ફિલ્મ 'પાનીપત (Panipat)'નું જબરદસ્ત ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ કર્યુ હતું અને હવે મર્દ મરાઠા (Mard Maratha) નામનું પહેલું ગીત રિલીઝ કર્યું છે.

Punita Vaidya Punita Vaidya | Updated: Nov 14, 2019, 12:46 PM IST
'પાણીપત'નું પહેલું ગીત મર્દ મરાઠા રિલીઝ ! રૂંવાટા ઉભા કરી દેશે આ VIDEO

નવી દિલ્હી : ઇતિહાસની એક જબરદસ્ત સ્ટોરી સિનેમાના પડદે જોવા મળવાની છે. ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરે (Ashutosh Gowariker) ભવ્ય સેટ્સ અને દમદાર એક્શનવાળી પોતાની આગામી ફિલ્મ 'પાનીપત (Panipat)'નું જબરદસ્ત ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ કર્યુ હતું અને હવે મર્દ મરાઠા (Mard Maratha) નામનું પહેલું ગીત રિલીઝ કર્યું છે. ફિલ્મના મુખ્ય પાત્ર સંજય દત્ત (Sanjay Dutt), અર્જુન કપૂર (Arjun Kapoor) અને કૃતિ સેનન (Kriti Sanon) છે. આ ત્રણેય ટ્રેલરમાં પર્ફેક્ટ લાગે છે. જોકે સંજય દત્ત આ ત્રણેયમાં બાજી મારી જાય છે. અહમદ શાહ અબ્દાલીના રોલમાં સંજય દત્ત ફિલ્મનો જીવ છે. 

પાનીપત (Panipat)નું આ ગીત અર્જુન કપૂર અને ક્રિતી સેનન પર શૂટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં મરાઠા યોદ્ધાઓની વીરગાથા સંભળાવવામાં આવી છે. ગીતમાં ફિલ્મનો ભવ્ય સેટ પણ દેખાય છે. આ ગીતને ગાયક અજય-અતુલ, કુણાલ તેમજ સુદેશ ભોંસલેએ ગાયું છે. આ ગીતના શબ્દો જાવેદ અખ્તરે લખ્યું છે. આ ગીતનું સંગીત અજય અને અતુલે આપ્યું છે. એમાં દેશભક્તિની ઝલક જોવા મળે છે. 

આ ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવ રાવ ભાઉનો રોલ ભજવી રહ્યો છે જે પેશ્વા બાજીરાવ પ્રથમના ભત્રીજા હતા. તેમણે પાનીપતની ત્રીજી લડાઈમાં મરાઠા સેના સરદાર સેનાપતિની જવાબદારી નિભાવી હતી. આ ફિલ્મમાં કૃતિ સેનન પાર્વતી બાઈનો રોલ કરી રહી છે. પાનીપત 6 ડિેસેમ્બર, 2019ના દિવસે રિલીઝ થવાની છે. 

જુઓ LIVE TV : 

Shop Related Products

Zee news

₹0.00

 (9)

Sehaz Artworks 'Happy Anniversary' Pasted W…

₹545.00

 (51)

Tamatina Actors Wall Poster - Ranveer Singh HD Quality Poster

₹249.00

Creatick Studio 'Ranveer Singh Wall Sticker (PVC Vinyl, 76 cm X 71 cm)

₹193.00

Ads by Amazon 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...