નવી દિલ્હીઃ વર્ષ 2018માં બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા જેણે આ બંનેના સંબંધોના રહસ્યો ઉઘાડા પાડ્યા હતા, તેમ છતાં બંનેમાંથી એક પણ વ્યક્તિએ તેમના આ સંબંધનો આધિકારિક રીતે જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો નથી. હવે, નવા વર્ષની શરૂઆત સાથે જ આ કપલ ફીથી ચર્ચામાં છવાઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપૂર પરિવારમાં થયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે જોવા મળ્યા છે. આ પાર્ટીનો ફોટો શેર કરતા સંજય કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, 'ફેમિલી'.


ક્યારેય ખાઘા છે દીપિકા પાદુકોણ ઢોસા અને પરાઠા થાળી! મેન્યૂમાં છે આ ખાસ ડિશ


એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, મલાઈકા એક મેચ્યોર લેડી છે અને તે અર્જુનની બહેનોનું સારું ધ્યાન રાખી શકે છે. અર્જુનની ચોઈસ શાનદાર છે. 


બોલિવૂડના વધુ સમાચાર જાણવા માટે અહીં કરો ક્લિક...