નવી દિલ્લીઃ લોકડાઉન અને કોરોનાના કાળમાં ડિજિટલ પ્લેટફોર્મનો લોકોમાં ક્રેજ વધ્યો છે. બોલીવુડની ઘણી હસ્તીઓએ ડિજિટલ પ્લેટફોર્મ પર વાપસી કરી છે. સંજય કપૂરને તેમના મોટા ભાઈ બોની કપૂર 1995માં પ્રેમ ફિલ્મથી લોન્ચ કર્યા હતા. સુપર સ્ટાર અનિલ કપુર અને જાણીતા પ્રોડ્યુસર ડાયરેક્ટર બોની કપુરના ભાઈ સંજય કપુર ફરી એકવાર પોતાની અદાકારીથી દર્શકોનું મનોરંજન કરવાની તૈયારી કરી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છોકરીના ફોટો જોશો તો હોલીવુડની હીરોઈનોને પણ ભૂલી જશો, જુઓ હોટ તસવીરો


સંજય કપૂરની કારકિર્દી:
સંજય કપૂરે તે સમયગાળામાં માધુરી દીક્ષિત, જુહી ચાવલા અને મમતા કુલકર્ણી સાથે કામ કર્યું. જોકે, બોની અને અનિલ કપૂરનો સૌથી નાનો ભાઈ સંજય બોલીવુડમાં વધુ સમય ટકી શક્યો નહીં. અને હવે ફરીથી કારકિર્દીમાં ગતિ લાવવા માટે તે ઓટીટીની મદદ લઈ રહ્યો છે.


અમુક વર્ષોથી નથી મળી રહ્યા સારા રોલ:
સંજય કપૂરે તાજેતરમાં જ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું લાંબા સમયથી આ વ્યવસાયમાં છું, તેથી મારી કારકિર્દીના ઘણા તબક્કાઓ છે. અમે હંમેશાં એક ચોક્કસ વય પછી અમુક પાત્ર કે ભૂમિકા ભજવવાની વાત કરીએ છીએ. હાલ હું કોઈ ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવી શકતો નથી. અને દાદાની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ વૃદ્ધ નથી. બાપાની ભૂમિકા સામાન્ય રીતે મર્યાદિત તક સાથે આવે છે.


IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

સંજય કપૂરે કહ્યું કે મુખ્ય પ્રવાહના સિનેમામાં, મધ્યમ વયના લોકોની વાર્તાઓને ઓટીટી પર સ્થાન મળ્યું છે. મારી ઉંમરના અભિનેતાઓને ખરેખર તેમની પ્રતિભા બતાવવાની તક મળી રહી છે." સંજયે હિટ ડાન્સ નંબર 'દિલબર દિલબર' નું ઉદાહરણ આપ્યું, જે સુષ્મિતા સેને તેની 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ 'સિર્ફ તુમમાં યાદગાર ભૂમિકા ભજવી હતી, આજે તે સોંગનું રિમેક થયું છે.

ટેલેન્ટમાં નિવેશ કરે છે ott પ્લેટફોર્મ:
સંજય કપૂરે કહ્યું કે વે હું 'દિલબર દિલબર' પર ડાન્સ કરી શકતો નથી, પણ હું 'લસ્ટ સ્ટોરીઝ' અથવા 'ધ લાસ્ટ અવર'માં કરેલું પાત્ર ભજવી શકું છું. આ પ્લેટફોર્મ્સ પ્રતિભામાં રોકાણ કરે છે, તેઓ ટેલેન્ટ પર વિશ્વાસ કરે છે. "તેમના તાજેતરના, 'ધ લાસ્ટ અવર'માં ઓસ્કર વિજેતા ફિલ્મ નિર્માતા આસિફ કાપડિયા એક્ઝિક્યુટિવ નિર્માતા તરીકે છે.


Smartphone નું Storage વધારવાની સૌથી સરળ Tips, માત્રા આટલું જ કરો


ટેલેન્ટના સમર્થનમાં વધારે રૂચિ રાખે છે અમિત-આસિફ:
સંજય કપૂરે કહ્યું કે હું જોઈ શકુ છું કે કેવી રીતે મિત અને આસિફ સ્ટારડમ કરતાં ટેલેન્ટને ટેકો આપવામાં વધુ રસ ધરાવે છે. તમે જાણો છો કે જ્યારે સિનેમાની વાત આવે છે ત્યારે બધાને ખુશ કરવા માટે દબાણ હોય છે, તમારી પાસે અંતરાલ, ગીત અને નૃત્ય, આઇટમ નંબર્સ હોવા જોઈએ. "


સંજય કપૂરને ગમ્યો આ વિશ્વાસ:
સંજય કપૂરે કહ્યું કે ભલેને વેબ સિરીઝમાં ગીત અને ડાન્સનો ઉપયોગ કરતા હોય છીએ. ડાયરેકરની મદદથીટેલેન્ટને દેખાડવા માટેની તક મળી.


માત્ર પાતળી ચાદર લપેટીને બેડ પર બેઠી છે 'ગોપી બહૂ', ક્યારેય નહીં જોયો હોય Devoleena નો આ સેક્સી અંદાજ


પોલીસ અધિકારી તરીકે જોવા મળશે સંજય કપૂર:
'ધ લાસ્ટ હાવર'માં સંજયને એક તપાસ પોલીસ અધિકારી તરીકે બતાવવામાં આવ્યો છે જે એક રહસ્યમય હત્યા પાછળની સત્ય જાહેર કરવા માટે મુંબઈથી સિક્કિમ ગયો છે. આ શોમાં શાહના ગોસ્વામી, રાયમા સેન અને કર્મા ટાકિયા પણ છે અને આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર પ્રસારિત કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube