નવી દિલ્હી : સારા અલી ખાન (Sara Ali Khan) જલ્દી કાર્તિક આર્યન સાથે લવ આજકલ-2 માં દેખાશે. સિંબા રિલીઝ થયાને સમય થયો છે પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. ક્યારે કાર્તિક સાથેની દોસ્તીને લઇને તો ક્યારેક બિકીની ફોટોને લઇને તે લાઇમ લાઇટમાં રહે છે. હાલમાં તેણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લઇને તે ચર્ચામાં આવી રહી છે. જેમાં તે અજીબોગરીબ સ્થિતિમાં મુકાઇ જાય છે. જીમમાંથી બહાર આવતાં ફેન્સ દ્વારા ફોટો માટે વિનંતી કરાતાં તેણી ફોટો પડાવવા ઉભી રહે છે આ સંજોગોમાં એક શખ્સ દ્વારા તેણીને કિસ કરવાનો પ્રયાસ કરાતાં સૌ કોઇ ચોંકી ગયા હતા. 


શોર્ટ સાથે તેણી જીમમાંથી બહાર આવી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સ દ્વારા તેણીને ફોટો માટે વિનંતી કરવામાં આવે છે. ફોટોગ્રાફર્સ ફોટો પાડી રહ્યા હતા ત્યારે ફેન્સ દ્વારા સારા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે. એક મહિલા ફેન સાથે તેણી તસ્વીર ખેંચાવી રહી હતી એવામાં એક શખ્સ દ્વારા સારા સાથે હાથ મિલાવવા આગળ વધાર્યો તો સારાએ પણ હાથ આગળ વધાર્યો તો આ શખ્સ કિસ કરવાનો પ્રયાસ કરે છે.


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો