Satish Kaushik Birth Anniversary: જીગરી દોસ્ત સતીશ કૌશિકને યાદ કરી ગળગળા થયા અનુપમ ખેર, ધામધૂમથી ઉજવશે જન્મદિવસ
Satish Kaushik Birth Anniversary: સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર, તેમના મિત્ર અને બોલિવૂડ એકટર અનુપમ ખેરે એક ખાસ વીડિયો સાથે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
Satish Kaushik Birth Anniversary: અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમણે મિત્ર સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતીશ કૌશિક સાથેની જૂની યાદોનો એક વીડિયો શેર કર્યો છે. સતીશ કૌશિકનું માર્ચમાં દિલ્હીમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
સતીશ કૌશિકની બર્થ એનિવર્સરી પર અનુપમ ખેરની પોસ્ટ
અનુપમ ખેરે વિડિયોની સાથે પોતાના મિત્ર માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે કે આજે તે જન્મદિવસ શાનદાર રીતે ઉજવવાનો પ્રયાસ કરશે. અનુપમ ખેરના આ વીડિયોમાં તેમના અલગ-અલગ પ્રસંગોની તસવીરો છે. આ તસવીરમાં અનિલ કપૂર પણ જોવા મળી રહ્યા છે. ત્રણેય કલાકારો સાથે ઘણો સમય વિતાવતા હતા અને ઘણીવાર ડિનર માટે પણ મળતા હતા.
આ પણ વાંચો:
હવે ફરી ચીનથી નવો એવિયન ફ્લુ ફેલાવવાનો ખતરો, ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
રાશિફળ: વૃષભ, તુલા અને વૃશ્ચિક રાશિના લોકોને મળશે સફળતા, જાણો તમારો દિવસ કેવો રહેશે
આ છે દુનિયાની સૌથી મોંઘી રેસ્ટોરેન્ટ, બિલ જોઈને થઈ જશો હેરાન!
સતીશ કૌશિકનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું
અનુપમ ખેરે વીડિયો સાથેની નોટમાં લખ્યું છે, 'મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક! તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આજે, બૈસાખીના દિવસે, તમે 67 વર્ષના થયા હોત. પરંતુ તમારા જીવનના 48 વર્ષ સુધી, મને તમારો જન્મદિવસ ઉજવવાનો લહાવો મળ્યો. તેથી મેં નક્કી કર્યું છે કે આજે સાંજે અમે તમારા જન્મદિવસને અદ્ભુત રીતે ઉજવવાનો પ્રયાસ કરીશું! શશિ અને વંશિકા સાથે સીટ ખાલી રહેશે..'
અનુપમ ખેરના આ વિડીયો બાદથી ફેન્સ તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે કમેન્ટ કરી, 'ઓહ, આનાથી હું ખૂબ જ ભાવુક થઈ ગયો.. એ વાત સાચી છે કે જીવન સમાપ્ત થઈ જાય છે પણ મિત્રતા ક્યારેય ખતમ થતી નથી. ભગવાન તેમના પરિવાર અને નજીકના મિત્રોને શક્તિ આપે.' અન્ય એક પ્રશંસકે લખ્યું, 'આવા મિત્રો ભાગ્યે જ કોઈને મળે છે.'
આ પણ વાંચો:
હાઈ બ્લડપ્રેશરના દર્દી છો ? તો મીઠું જ નહીં આ 5 વસ્તુઓને પણ ખોરાકમાં લેવાનું ટાળો
Hairfall Solution: વાળ ખરવાની સમસ્યા છે તો આ ઘરેલુ નુસખાઓ અજમાવો, ઝડપથી દેખાશે અસર
ચૂંટણી પહેલાં લાખો લોકોને અપાશે નોકરી! PM 13 એપ્રિલે 71,000 નિમણૂક પત્રોનું કરશે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube