ધર્મ પર શાહરૂખનું નિવેદન- હું મુસલમાન, પત્ની હિન્દુ અને મારા બાળકો હિન્દુસ્તાન
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હાલમાં ડાન્સ રિયાલિટી શો `ડાન્સ પ્લસ 5`માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને હાલમાં ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ પ્લસ 5'માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે પોતાના બાળકોના ધર્મ વિશે ખુલીને વાત કરી હતી. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિઓમાં શાહરૂખ ખાને કહ્યું, 'મારી પત્ની હિન્દુ છે અને હું મુસલમાન છું અને મારા બાળકો હિન્દુસ્તાન છે. ઘણીવાર શાળામાં એક ફોર્મ ભરવું પડે છે, જેમાં ધર્મનો ઉલ્લેખ કરવાનો હોય છે. એકવાર મારી પુત્રી નાની હતી તો તેણે મને પૂછ્યું કે પપા આપણે ક્યાં ધર્મના છીએ તો મેં તે ફોર્મમાં લખ્યું કે, અમે ભારતીય છીએ. પછી તો કોઈ ધર્મની વાત થતી નથી.' શાહરૂખ ખાનનો આ વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને તેમનો જવાબ ખુબ પસંદ આવી રહ્યો છે.
શાહરૂખ ખાને શેર કર્યો રસપ્રદ VIDEO! લોકો પૂછવા લાગ્યા, ' શું નવી ફિલ્મની હિન્ટ છે?'
શાહરૂખ ખાન હંમેશા તહેવારોના ફોટો શેર કરતા રહે છે. તેઓ ઈદ અને દીવાળી પર પણ શાનદાર ઉજવણી કરતા જોવા મળે છે. પાછલા વર્ષે ગણેશ પૂજા પર ઘરમાં ગણેશની મૂર્તિની સાથે અબરામના ફોટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. શાહરૂખે ફોટો શેર કરીને ફેન્સને તહેવારની શુભેચ્છા આપી હતી. ઈદ પર પણ તે પોતાના પુત્ર સાથે જોવા મળ્યા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube