New OTT Release: શાહિદ-કૃતિની ફિલ્મ તેરી બાતો મેં ઐસા ઉલજા જીયા આ OTT પ્લેટફોર્મ પર જુઓ ફ્રીમાં
New OTT Release: તેરી બાતો મેં એસા ઉલજા જીયા ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતી સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને થિયેટર રિલીઝમાં દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
New OTT Release: શાહિદ કપૂર અને કૃતિ સેનનની નવી ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલજા જીયા હવે ઓટીટી પર રિલીઝ થઈ ચૂકી છે. થિયેટર રિલીઝના લગભગ એક મહિના પછી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. તેરી બાતો મેં એસા ઉલજા જીયા ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતી સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને થિયેટર રિલીઝમાં દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચો: Pushpa 2: જોરદાર છે શ્રીવલ્લીનો લુક, રશ્મિકાના બર્થ ડે પર પુષ્પા 2 નું પોસ્ટર રિલીઝ
શાહિદ કૃતિની આ ફિલ્મ ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઠીકઠાક બિઝનેસ કર્યો. થિયેટર રિલીઝ પછી કૃતિ સેનન અને શાહિદ કપૂરના ચાહકો આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ ઓટીટી પર આવી ચૂકી છે.
આ પણ વાંચો: આ છે શાહરુખ ખાનની લો રેટેડ ફિલ્મ, એક Kiss ના કારણે ફિલ્મને રિલીઝ થતા 10 વર્ષ લાગ્યા
તેરી બાતો મેં એસા ઉલજા જીયા ફિલ્મ 5 એપ્રિલ થી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર સ્ટ્રીમ કરવામાં આવી છે. શુક્રવારે ફિલ્મના ઓટીટી રિલીઝની જાણકારી શેર કરવામાં આવી હતી. એમેઝોન પ્રાઈમ તરફથી ફિલ્મનું પોસ્ટર શેર કરી આ અંગે જાણકારી શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: OMG.. આ 5 ફિલ્મો જોઈને આવું તમે પણ બોલશો, દ્રશ્યમ લાગશે ફિક્કી, જોરદાર છે આ ફિલ્મો
તેરી બાતો મેં એસા ઉલજા જીયા ફિલ્મના બિઝનેસની વાત કરીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડને પાર પહોંચી શકી નથી. શાહિદની આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 85 કરોડનો બિઝનેસ કર્યો છે.