Jawan On OTT: શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને લોકો તરફથી પોઝિટિવ રીવ્યુ મળી રહ્યા છે. જવાન ફિલ્મમાં શાહરુખ ખાન ડબલ રોલમાં જોવા મળે છે અને લોકોને આ સ્ટોરી પણ ખૂબ જ ગમી રહી છે. રિલીઝ થયા ના થોડા જ દિવસોમાં જવાન ફિલ્મ 400 કરોડની ક્લબમાં સામેલ થઈ જવાની તૈયારીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જવાન ફિલ્મ સિનેમા ઘરોમાં તો ધમાલ મચાવી રહી છે પરંતુ સાથે જ શાહરુખ ખાનના ચાહકો આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે જવાન ફિલ્મના ઓટીટી રાઇટ્સને લઈને મોટી અપડેટ સામે આવી છે. જવાન ફિલ્મના ઓટીટી રાઇડ્સની ડીલ પણ કરોડો રૂપિયામાં ફાઇનલ થઇ છે.


આ પણ વાંચો:


કોરોનાના કારણે લોકો તોડી રહ્યા હતા દમ ત્યારે શું ચાલી રહ્યું હતું લેબમાં? જુઓ ટ્રેલર


જેલર ફિલ્મની સફળતાથી પ્રોડ્યુસર ખુશખુશાલ, રજનીકાંતને આપી BMW, ટીમના 300 લોકોને Gold


અવનીત કૌરે ગ્રીન રિવીલિંગ ડ્રેસ પહેરી ફોલો કર્યો 'સાઈડ બૂબ' ટ્રેંડ, બોલ્ડ ફોટો વાયરલ


શાનદાર કમાણી કરનાર શાહરુખ ખાનની ફિલ્મ જવાનને ઓટીટી રાઇટ્સથી પણ કરોડોનો ફાયદો થયો છે. રિપોર્ટ્સ અનુસાર જવાન ફિલ્મના ઓટીટી રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે. એટલે કે નેટફિક્સ ઉપર શાહરુખ ખાનની ફિલ્મ જવાન જોવા મળશે. નેટફ્લિક્સ અને જવાનની ડીલ કરોડો રૂપિયામાં થઈ છે. 


જવાન ફિલ્મના ઓટીટી રાઇટ્સની ડીલ 250 કરોડમાં થઈ હોવાની ચર્ચા છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સાથે જ આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. 


સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર અઠવાડિયા પછી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. પરંતુ જવાન જે રીતે બોક્સ ઓફિસ કલેક્શન કરી રહી છે તેને જોઈને અંદાજ લગાવવામાં આવે છે કે આ ફિલ્મ ઓટીટી પર આવતા સમય લાગશે.