મીડિયાના સવાલથી શાહરૂખ ગુસ્સાથી લાલપીળો, કહ્યું કે મારી દીકરી...
માનવામાં આવે છે કે દુનિયાના દરેક માતા-પિતાને પોતાનું સંતાન જ ખૂબસુરત લાગતું હોય છે
નવી દિલ્હી : માનવામાં આવે છે કે દુનિયાના દરેક માતા-પિતાને પોતાનું સંતાન જ ખૂબસુરત લાગતું હોય છે. આવી જ પરિસ્થિતિ છે એક્ટર શાહરૂખ ખાનની. હાલમાં એક કાર્યક્રમમાં શાહરૂખે મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે તેની દીકરી દુનિયાની સૌથી ખૂબસુરત છોકરી છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખનો પોતાના સંતાનો માટેનો પ્રેમ સંતાયેલો નથી. સોશિયલ મીડિયાથી માંડીને દરેક પ્લેટફોર્મ પર શાહરૂખ તક મળે ત્યારે પરિવાર માટેનો તેનો પ્રેમ પ્રદર્શિત કરતો રહે છે. જોકે, હાલમાં એક ફેયરનેસ ક્રીમની પ્રમોશનલ ઇવેન્ટમાં જ્યારે પત્રકારે શાહરૂખની દીકરી સુહાનાના ઘઉંવર્ણા રંગ માટે સવાલ કર્યો ત્યારે શાહરૂખે વળતો જવાબ આપતા કહ્યું કે મારી દીકરી ઘઉંવર્ણી છે પણ તે દુનિયાની સૌથી ખૂબસુરત યુવતી છે.
‘દારૂ પીને સે લિવર ખરાબ હોતા હૈ’ સીનનું શુટિંગ બિગ-બીના ‘આ’ બંગલામાં થયું હતું
શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનને લઇને એવા સમાચાર હતા કે કરણ જોહર તેને ફિલ્મોમાં લોન્ચ કરશે. જોકે હજુ સુધી તેવું થયું નથી, પરંતુ સુહાનાએ પોતાનું પહેલું મેગેઝિન ડેબ્યૂ જરૂર કરી લીધું છે. તેણે પહેલું સ્ટનિંગ ફોટોશૂટ વોગ માટે કરાવ્યું હતું અને મેગેઝિનની આ એડિશનને ખુદ શાહરુખે લોન્ચ કરી છે. સુહાના પપ્પા શાહરુખની જેમ એક્ટિંગ ફિલ્ડમાં પોતાની કરિયર બનાવવા ઇચ્છે છે. તે સ્કૂલમાં પણ ઘણા પ્લેમાં ભાગ લેતી આવી છે. સુહાના તેના પિતાની ખૂબ જ નજીક છે.લિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...