PHOTOS : અક્ષયકુમારની ‘કેસરી’નું શૂટિંગ પૂર્ણ, જાહેર કરાઈ રિલીઝ ડેટ
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા કામ કરી રહ્યા છે
નવી દિલ્હી : સારાગઢીની લડાઈ પર આધારિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ ‘કેપ ઓફ ગુડ હોપ્સ ફિલ્મ્સ’ અને કરણ જોહરની ‘ધર્મા પ્રોડક્શન’એ કર્યું છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુરાગ સિંહ છે જ્યારે કલાકારોમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાનો સમાવેશ થાય છે. હાલમાં ટ્વિટર પર આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે કે કારણ કે ફિલ્મના જયપુર શેડ્યુલમાં તમામ શૂટિંગ આટોપી લેવામાં આવ્યું છે.
[[{"fid":"195280","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"195281","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
અક્ષયે ટ્વીટ કર્યું છે કે, ‘‘હવે...‘કેસરી’નું શૂટિંગ પુર્ણ. આ એવી ફિલ્મ છે જે કરીને મારી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ છે. 21 માર્ચ, 2019ના દિવસે થિયેટરમાં આપણી મુલાકાત થશે.’’ પરિણીતીએ કહ્યું છે કે, ‘‘મેં જ્યારે પણ કોઈ યુદ્ધ આધારિત ફિલ્મ જોઈ છે ત્યારે મને પ્રેરણા મળી છે. આ ઐતિહાસિક અનુભવનો હિસ્સો બનીને ગર્વ અનુભવી રહી છું.’’
ટ્વિટર પર જાહેરાત કરીને અક્ષયકુમાર અને પરિણીતીએ ફિલ્મનો લુક પણ જાહેર કર્યો છે.