Shreya Ghoshal Unknown Facts: તેનો મખમલી અવાજ હૃદયને શાંતિ આપે છે, તેથી કરોડો લોકો તેના ગીતોના દિવાના છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રેયા ઘોષાલની, જે આજે કોઈ ઓળખની મોહતાજ નથી..પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 12 માર્ચ, 1984ના રોજ જન્મેલી શ્રેયા ઘોષાલે તેના સુરીલા અવાજના આધારે ઘણા એવોર્ડ જીત્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શ્રેયાના નામે આવી અનેક સિદ્ધિઓ છે, જે તેણે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ હાંસલ કરી છે. તેમના ચાહકોની યાદીમાં અમેરિકાના એક ગવર્નરનો પણ સમાવેશ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં 26 જૂનને શ્રેયા ઘોષાલ દિવસ ઉજવવામાં આવે છે. ખરેખર, આ દિવસ શ્રેયા ઘોષાલને સમર્પિત છે



જણાવી દઈએ કે વર્ષ 2010માં શ્રેયા અમેરિકાના ઓહાયો ગઈ હતી. ત્યાં ગવર્નર ટેડ સ્ટ્રિકલેન્ડે 26 જૂનને શ્રેયા ઘોષાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.



છ વર્ષની ઉંમરે સિંગિંગ શીખનાર શ્રેયાએ 16 વર્ષની ઉંમરે મ્યુઝિક રિયાલિટી શો 'સા રે ગા મા' જીત્યો હતો. વર્ષ 2000માં શ્રેયાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'માં પાંચ ગીતો ગાઈને લોકોના દિલ જીતી લીધા હતા. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.


આ પણ વાંચો:
Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર

રાશિફળ 12 માર્ચ : જાણો આજે કઇ રાશિમાં શું બની રહ્યાં છે સારા-ખરાબ યોગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube