RRRમાં અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે શ્રિયા સરન
શ્રિયાએ જણાવ્યું કે, તે એસએસ રાજામૌલીની ફિલ્મમાં અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે.
નવી દિલ્હીઃ અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં પોતાના પતિની સાથે વિદેશમાં છે. આવનારા સમયમાં તે એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'માં જોવા મળશે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમાં પોતાના રોલને લઈને ખુલાસો કર્યો છે.
શ્રિયાએ જણાવ્યું કે, તે ફિલ્મમાં અયજ દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે. મહત્વનું છે કે બીજીવાર હશે જ્યારે અજય અને શ્રિયા કોઈ ફિલ્મમાં સાથે જોડા મળશે. આ પહેલા બંન્ને દ્રશ્યમમાં એકસાથ જોવા મળશે.
પ્રભાસની આંખો છે પસંદ
આ દરમિયાન શ્રિયાએ પ્રભાસને લઈને પણ પોતાનો મત જાહેર કર્યો હતો. તેણે કહ્યુ, પ્રભાસ શાનદાર અભિનેતા છે. તે હંમેશાથી ગુડ લુકિંગ લાગે છે. મને તેની આંખ ખુબ પસંદ છે. તો એનટીઆર વિશે શ્રિયાએ કહ્યું કે, તેની સાથે કામ કરવું મજેદાર હોય છે.
ફિલ્મોમાં આવી તે આવી દેખાતી હતી Shilpa Shetty, બર્થ ડે પર જુઓ કેટલાક Unseen Pics
આલિયાનું સાઉથ ડેબ્યૂ
વાત કરીએ આરઆરઆરની તો તેમાં ન માત્ર અજય દેવગન પરંતુ બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી તે પોતાનું સાઉથ પર્દાપણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર