ફિલ્મોમાં આવી તે આવી દેખાતી હતી Shilpa Shetty, બર્થ ડે પર જુઓ કેટલાક Unseen Pics
08 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગ્લોર શહેરમાં જન્મેલી શિલ્પા શેટ્ટીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફક્ત 16 વર્ષની ઉંમરમાં એક જાહેરાતથી કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાનો 45મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ફિટનેસ અને હોટનેસ બંને મામલે શિલ્પા શેટ્ટી છવાયેલી રહે છે. 08 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગ્લોર શહેરમાં જન્મેલી શિલ્પા શેટ્ટીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફક્ત 16 વર્ષની ઉંમરમાં એક જાહેરાતથી કરી હતી. શિલ્પા શેટ્ટીએ અભિનેત્રી તરીકે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1993માં પ્રદર્શિત ફિલ્મ 'બાજીગર' વડે કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી.
શિલ્પાએ પોતાના સિને કેરિયરમાં તમામ દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન અને ગોવિંદા સાથે કામ કર્યું છે. વર્ષ 2009માં શિલ્પાએ જાણિતા ઉદ્યોગપતિ રાજ કુંદ્વા સાથે લગ્ન કરી લીધા. શિલ્પાએ રાજ કુંદ્વા સાથે મળીને 'ઇન્ડીયન પ્રીમિયર લીગ' આઇપીએલ'માં રાજસ્થાન રોયલ્સમાં ભાગીદારી કરી.
તાજેતરમાં જ સરોગેરી દ્વારા શિલ્પા શેટ્ટીના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે, જેનું નામ સમીષા છે. પુત્રી સમીષા 4 મહિનાની થવા આવી છે. તેમનો એક પુત્ર વિયાન પણ છે. શિલ્પા પરિવારને પુરો સમય આપે છે. અને બધાની સાથે ક્યારેક ફોટો તો ક્યારેક વીડિયો શેર કરે છે.
સોશિયલ મીડિયા પર પણ શિલ્પા શેટ્ટી ખૂબ સક્રિય છે. ત્યાં ઇંસ્ટાગ્રામ ટ્વિટર, ટિકટોક તમામ પ્લેટફોર્મ પર એક્ટિવ રહે છે અને ખૂબ વીડિયો ફોટો શેર કરે છે. તો જોરદાર પોતાના હોટ ફોટોને શેર કરે છે. તેમને સોશિયલ મીડિયા પર કરોડો યૂઝર્સ ફોલો કરે છે. પરંતુ શિલ્પા હંમેશાથી એવી ન હતી. શિલ્પાના જૂના ફોટો જોઇ તમને વિશ્વાસ નહી થાય.
આજે ફિટનેસ ક્વીન છે શિલ્પા
શિલ્પા શેટ્ટી જોરદાર યોગ, વર્કઆઉટ કરે છે. ફિટનેસની ક્વીન શિલ્પાને કહેવામાં આવે છે. એટલું જ નહી ફિટનેસ પર યૂટ્યૂબ ચેનલ અને ઘણી એપ પણ ચાલે છે. તેના સાથે જોડાયેલી તેમની બુક પણ આવી ચૂકી છે. શિલ્પા શેટ્ટીના કેરિયરની ઉલ્લેખનીયમાં 'કુછ હૈ', મેં ખેલાડી તૂ અનાડી' 'શૂલ', 'લાલ બાદશાહ', 'ધડકન', 'ફિર મિલેંગે' અને 'અપને' છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે