ઝી મીડિયા/બ્યૂરો :દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સ્યૂસાઈડ મામલામાં નોંધાયેલી એફઆઈઆર બાદ તપાસ માટે મુંબઈ પહોંચેલી બિહાર પોલીસની એક ટીમે સુશાંત સિંહના ડોક્ટર કેસરી ચાવડાનું નિવેદન લીધું છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, નવેમ્બર, 2019 થી તેઓ સુશાંતની સારવાર કરી રહ્યાં હતા. ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી સુશાંતે ન તો દવા રેગ્યુલર લીધી હતી, પરંતુ ડોક્ટરની સલાહને પણ અવગણી હતી. તો, બિહાર પોલીસે બેંકથી સુશાંત સિંહના એકાઉન્ટ ડિટેઈલની માહિતી મેળવી છે. જેમાં તેના રૂપિયાનો હિસાબ મળી આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર પોલીસે સુશાંતના બેંકના એકાઉન્ટ ડિટેઈલથી માલૂમ કર્યું કે, તેમાં નોમિનીમાં તેમની બહેન પ્રિયંકાના સિંહનું નામ છે. સાથે જ એ પણ માલૂમ પડ્યું કે, રિયા ચક્રવર્તી 9Rhea Chakroborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીના પણ ફ્લાઈટ્સ અને હોટલ્સનો મોંઘો ખર્ચો સુશાંતસિંહ જ ઉઠાવતો હતો. 


Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો  


ડિટેઈલમાં મળતી માહિતી મુજબ, સુશાંતે રિહાના પરિવાર માટે આવા ખર્ચા કર્યાં હતા 


12.10.19-  વિવિડ્રેઝને 72,000 રૂપિયાનું પેમેન્ટ 
14.10.19- શોવિક ચક્રવર્તીની ફ્લાઈટના ખર્ચ 81,000 રૂપિયા 
15.10.19- શોવિક ચક્રવર્તીના હોટલનો ખર્ચ 4,72,000 રૂપિયા
15.10.19- દિલ્હીના હોટલનું પેમેન્ટ 4,34,000 રૂપિયા 
26.11.19-  ન્યૂ ટર્મ ડિપોઝિટ 20,000,000 રૂપિયા 


August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank


ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતાએ એફઆઈઆરમાં પણ આ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેઓને તેમના દીકરાનું બેંક રેકોર્ડ ચેક કર્યું તો તેઓએ જોયું કે, એક વર્ષમાં 17 કરોડ રૂપિયા ખર્ચાયા છે. જેમાંથી 15 કરોડ રૂપિયા એવા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનું સુશાંત સાથે કોઈ લેવાદેવા નથી. તેમનું કહેવું હતું કે, રિયના તમામ બેંક એકાઉન્ટની તપાસ કરવી જોઈએ. જેથી માલૂમ પડી શેક કે રિયાએ તે રૂપિયાનો કેવી રીતે ઉપયોગ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર