August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank

કોરોનાકાળમાં બેંકોમાં સતત કામકાજના બાદ ઓગસ્ટ મહિનામાં લાંબી રજાઓ (Bank Holiday) આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત જ બેંકોની રજાની સાથે થશે. કોરોના વાયરસ (Covid-19) ને કારણે લાગેલા લોકડાઉનમાં બેંકોના ટાઈમટેબલ (Bank timings) માં બદલાવ કરવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સુવિધા માટે બેંકોમાં લાંબી લાઈન ન લાગે તેનુ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં બેંકની સૌથી મોટી રજાઓ આવવાની છે. 
August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળમાં બેંકોમાં સતત કામકાજના બાદ ઓગસ્ટ મહિનામાં લાંબી રજાઓ (Bank Holiday) આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત જ બેંકોની રજાની સાથે થશે. કોરોના વાયરસ (Covid-19) ને કારણે લાગેલા લોકડાઉનમાં બેંકોના ટાઈમટેબલ (Bank timings) માં બદલાવ કરવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સુવિધા માટે બેંકોમાં લાંબી લાઈન ન લાગે તેનુ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં બેંકની સૌથી મોટી રજાઓ આવવાની છે. 

ઓગસ્ટ મહિનામાં કુલ 16 દિવસ બેંક બંધ રહેશે. તેમાં રવિવાર અને બીજો-ચોથા શનિવાર પણ સામેલ છે. બેંકોના કામકાજને કરી લેવા માટે પહેલા જ તમે આ તારીખોને નોટ કરીને રાખી લો. જોકે, એક વાત સ્પષ્ટ કરી દઈએ કે, આ તમામ રજા અલગ અલગ રાજ્ય અને અલગ અલગ તહેવારને પગલે આવે છે. રજાવાળા રાજ્યના અલગ બાકી જગ્યાઓ પર બેંકોમાં સામાન્ય કામકાજ રહેશે. 

Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો  

રજાથી થશે મહિનાની શરૂઆત
ઓગસ્ટ મહિનાની શરૂઆત શનિવારથી થઈ રહી છે. આ દિવસે બકરી ઈદ (Eid al-Adha 2020) ની રજા છે. તો મહિનાના અંતે પણ રજા રહેશે. 31 ઓગસ્ટના રોજ પડી રહેલ ઓણમ તહેવાર પર પણ કેટલાક રાજ્યોમાં રજા રહેશે. 

જાણો આ રજાઓ આવશે ઓગસ્ટમાં 

1 ઓગસ્ટ - બકરી ઈદ
2 ઓગસ્ટ - રવિવાર
3 ઓગસ્ટ - રક્ષાબંધન
8 ઓગસ્ટ - બીજો શનિવાર
9 ઓગસ્ટ - બીજો રવિવાર
11 ઓગસ્ટ - શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
12 ઓગસ્ટ - જન્માષ્ટમી
13 ઓગસ્ટ - ઈમ્ફાલ પેટ્રિયો ડે (Patriots Day)
15 ઓગસ્ટ - સ્વતંત્રતા દિવસ
16 ઓગસ્ટ - રવિવાર
20 ઓગસ્ટ - શ્રીમંત સંકરાદેવ
21 ઓગસ્ટ - હરિતાલિકા વ્રત
22 ઓગસ્ટ - ગણેશ ચતુર્થી, ચોથો શનિવાર
23 ઓગસ્ટ - રવિવાર 
29 ઓગસ્ટ - કર્મા પૂજા
31 ઓગસ્ટ - ઈન્દ્રયાત્રા અને તિરુઓણમ

Home Hacks: ચોમાસામાં ઘરમાં વારંવાર આવતા મચ્છર-ગરોળીને ભગાવવા કરો આ ઉપાય

ખાસ નોંધ રાખો
16 દિવસની રજાઓ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રહેશે. તમામ રાજ્યોમાં રજાઓ માત્ર સિલેક્ટેડ તહેવારો પર જ રહેશે. સાથે જ રવિવાર અને બીજો-ચોથા શનિવાર પણ આ લિસ્ટમાં સામેલ છે. 

ATM માંથી કેશ કાઢવામાં નહિ આવે સમસ્યા
રજાઓ દરમિયાન સૌથી વધુ તકલીફ એટીએમમાંથી કેશ કાઢવામાં થાય છે. અનેક જગ્યાઓએ બેંક બંધ હોવાને કારણે ATM માં કેશ પહોંચતી નથી અને એટીએમ ખાલી રહે છે. આવામાં તમે તમારી જરૂરિયાતના હિસાબે કેશ રાખો અને બાકી કામ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના માધ્યમથી કરો. જોકે, કેટલાક બેંકોએ મોબાઈલ એટીએમ વેનની સર્વિસ શરૂ કરી છે. જેનાથી કેશની તકલીફ દૂર થઈ શકે. રજાઓની વધુ માહિતી માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારિક વેબસાઈટ પર લિસ્ટ જોઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news