નવી દિલ્હી : રણવીર સિંહ અને સારા અલી ખાનને ચમકાવતી ફિલ્મ ‘સિમ્બા’ના બે ગીત ‘આંખ મારે ઓ લડકી’ અને ‘તેરે બિન’ લોન્ચ કરી દેવામાં આવ્યા છે અને એને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. આજે આ ફિલ્મનું ત્રીજું ગીત 'આલા રે આલા' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ધમાલ લાવણી ડાન્સ દર્શાવવામાં આવ્યો છે. સોફ્ટ વોઈસ અને મરાઠી બિટ સાંભળતા જ તમે જ્યાં હશો ત્યાં નાચવા લાગશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Box Office : સુપરહીરો 'એક્વામેન'ને ધૂળ ચટાડી 2.0 અને 'કેદારનાથ'ને, પાંચ જ દિવસમાં...


રોહિત શેટ્ટી અને રણવીરસિંહની નવી ફિલ્મ ‘સિમ્બા’ તા. 28 ડિસેમ્બરે રીલિઝ થઈ રહી છે. રણવીરસિંહની સાથે સારા અલીખાન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત, સોનું સુદ, સિદ્ધાર્થ જાદવ અને આશુતોષ રાણા પણ આ ફિલ્મમાં એક અલગ અંદાજમાં જોવા મળશે. જોકે, ‘આંખ મારે’ ગીત એક જૂના ગીત પરથી લેવામાં આવ્યું છે. જે હાલમાં ટોપ 20માં છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...