મુંબઈઃ ગ્રૈમીથી સન્માનિત કૈટી પેરી ફરીથી ભારત આવી રહી છે. આ વખતે તે મુંબઈમાં 16 નવેમ્બરે યોજાનારા વનપ્લસ મ્યૂઝિક ફેસ્ટિવલના ઉદ્ધાટનમાં પરફોર્મ કરશે. કૈટીએ કહ્યું કે, તે ભારત આવવાને લઈને ખુબ ખુશ છે અને ઉત્સાહિત છે. મુંબઈમાં આ મારી પ્રથમ રજૂઆત હશે. હું વનપ્લસ મ્યૂઝિક ફેસ્ટિવલમાં ગાવાને લઈને ઉત્સાહિત છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનપ્લસના સહ-સંસ્થાપક કાર્લ પેઈએ કહ્યું કે, અમને ઉત્સાહ છે કે કૈટી પેરી ભારતમાં અમારા પહેલા વનપ્લસ મ્યૂઝિક ફેસ્ટિવલની મુખ્ય કલાકાર હશે. અમે આ ફેસ્ટિવલને અમારા સમુદાયની સાથે સંગીત માટે પોતાના જુસ્સાને શેર કરવા માટે આયોજીત કરવાનો નિર્ણય લીધો છે. કૈટી તેમાં સામેલ થશે તેનાથી નક્કી છે કે આ એક અલગ પ્રકારનો અનુભવ હશે. 

IIFA 2019 : અંધાધુન સૌથી વધુ કેટેગરીમાં નોમિનેટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

યૂનિવર્સલ મ્યૂઝિક ગ્રુપ, ભારત તથા દક્ષિણ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દેવરાજ સન્યાલે કહ્યું કે, કૈટી ન માત્ર વૈશ્વિક પોપ સુપરસ્ટાર છે, પરંતુ ભારતમાં વધુ પ્રશંસક છે. કૈટી પૈરીએ કોમેડિયન-અભિનેતા રસેલ બ્રાન્ડ સાથે રાજસ્થાનમાં 2010મા લગ્ન કર્યા હતા. બાદમાં બંન્ને જુદા થઈ ગયા હતા. અન્ય વિગતો પ્રમાણે કૈટી સિવાય સિંગર દુઆ લીપા પણ આ ફેસ્ટિવલમાં ભાગ લેશે.