મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના મોતનો કોયડો ઉકેલવાની જવાબદારી હવે સીબીઆઇના હાથમાં સોંપવામાં આવી છે. પરંતુ સુશાંત સિંહના કેસમાં દરરોજ કંઇક નવા અને ચોંકાવનારા ખુલાસા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મિડીયા એજન્સીએ સુશાંત સિંહ રાજપૂતની ડાયરી હાથ લાગી હોવાની વાત કહી છે જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમની ડાયરીના ઘણા પાના ફાટી ગયા છે. જેને લઇને લોકો શંકા વધુ ગાઢ બનતી જાય છે. 


તમને જણાવી દઇએ કે તેના પર સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનું નિવેદન આવ્યું છે કે સુશાંત ઘણીવાર ડાયરીમાં દરેક વસ્તુ લખતા હતા પરંતુ તેમને પોતાની લખેલી કોઇ વાત પસંદ આવતી ન હતી તો તે ડાયરીમાંથી પાના ફાડી દેતા હતા. એટલું જ નહી તેમના મિત્રએ એ પણ જણાવ્યું કે જ્યારે મુંબઇ પોલીસ સુશાંતના ફ્લેટ પહોંચી હતી તો તેમને લગભગ 20 ડાયરીઓ સોંપી હતી અને આ ઉપરાંત કેટલીક ચિટ્સ પણ હતી જેના ફોટો પણ મુંબઇ પોલીસ લીધા છે.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


સુશાંતની ડાયરીમાં એક નામ સામે આવ્યું હોવાની વાત કહી પરંતુ તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 


સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ પણ એક ઇન્ટરવ્યૂંમાં આ વાતનો સ્વિકાર કર્યો હતો કે સુશાંત પોતાની ડાયરીમાં બધુ લખતા હતા અને આ ઉપરાંત તે પોતાના આગામી પાંચ વર્ષનો પ્લાન પણ ડાયરીમાં લખે છે. 


સુશાંતની તપાસમાં સીબીઆઇએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને 6 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ છ લોકોમાં ઇંદ્રજીત, શોવિક ચક્રવર્તી, રિયા ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સૈમ્યુઅલ મિરાંડ, શ્રૃતિ મોદીનું નામ સામેલ છે. તમને જણાવી દઇએ કે બિહારની એસઆઇટી ટીમને લીડ કરવા માટે પહોંચેલા આઇપીએસ વિનય તિવારીને કોરોન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તે આજે પટન પરત ફરી રહ્યા છે. 


સુશાંતનો આ કેસ હવે મુજફ્ફરપુરની ગગનદીપ સિંહ 'ગંભીર' કરશે. ગગનદીપ ગત દોઢ વર્ષોથી સીબીઆઇમાં કાર્યરત છે અને તેમને ઘણા હાઇપ્રોફાઇલ કેસની તપાસ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube