8 મેએ લગ્નના બંધનમાં બંધાશે સોનમ કપૂર, અનિલ કપૂરે ગણાવ્યો ગર્વનો દિવસ
નવી દિલ્હીઃ અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને આનંદ આહુજા 8 મેએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. કપૂર અને આહુજા પરિવારે લગ્નની આ તારીખનું એલાન કર્યું છે. લગ્ન મુંબઈમાં થશે અને તે માટે બંન્ને પરિવારોએ તમામ તૈયારીઓ કરી લીધી છે. બંન્ને પરિવારોમાં લગ્નને લઈને ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તારીથની જાહેરાત બાકી હતી.હવે બંન્ને પરિવારોએ મળીને લગ્નની તારીખની જાહેરાત કરી છે.
કપૂર અને આહુજા પરિવારે લગ્નની તારીખની જાહેરાત કરતા કહ્યું કે તેના માટે આ ખુશી અને ગર્વનો વિષય છે. લગ્ન 8 મેએ મુંબઈમાં થશે. અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારોની નિજતાનું સન્માન કરવામાં આવે.
થઈ ગઈ છે તૈયારી
મહત્વનું છે કે લગ્નની તૈયારીઓ ઘણા દિવસથી ચાલતી હતી, પરંતુ લગ્નની તારીખને લઈને કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. શુક્રવારે અનિલ કપૂરનો બંગલો રંગબેરંગી રોશની અને ફૂલોથી સજેલો હતો. ઘર પર મહેમાનોનો મેળો જામેલો હતો.
સોનમના નાનો ભાઈ હર્ષવર્ધન ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત કરતો નજરે પડ્યો. અનિલ કપૂરના ઘરમાં કરણ જોહર, મોહિત મારવાહ પોતાની પત્ની અંતરા મોતીવાલ, ફરાહ ખાન જેવા સિતારાઓ તેના ઘરે નજરે પડ્યા.
ફરાહ ખાનના નિર્દેશનમાં જાહ્નવી કપૂર કરશે ડાન્સ
કપૂર પરિવારના લોકો લગ્નને લઈને પોતાની તૈયારીમાં પૂરી કરી લીધી છે. જાણકાર જણાવે છે કે કોરિયોગ્રાફર ફરાહ ખાન, સોનમના લગ્નના સંગીત પ્રોગ્રામની કોરિયોગ્રાફી કરી રહી છે. સોનમ કપૂરની પિતરાઇ બહેન જાહ્નવી કપૂર પોતાની માં શ્રીદેવીના ગીત પર ડાન્સ કરશે. જ્યારે અર્જુન કપૂર અને રણવીર સિંહ સાથે માઇ નેમ ઇઝ લખન પર ડાન્સ કરતા જોવા મળશે.
કોન છે આનંદ આહુજા
સોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજાને લાંબા સમયથી ડેટ કરી રહી છે. આનંદ આહુજા દિલ્હીનો એક મોટો બિઝનેસમેન છે.