Video : રિલીઝ થયું `એક લડકી કો દેખા તો એસા લગા`નું નવું સોન્ગ, લગ્નની સિઝનમાં મચાવશે ધમાલ
આ ગીત લગ્નની સિઝનમાં રંગ ભરવા માટે તેમજ ધમાલ મચાવવા માટે પુરતું છે
નવી દિલ્હી : 'એક લડકી કો દેખા તો એસા લગા'નું બીજું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત લગ્નની સિઝનમાં રંગ ભરવા માટે તેમજ ધમાલ મચાવવા માટે પુરતું છે. 90નું પોપ સોંગ 'ઇશ્ક મિઠ્ઠા' તમને યાદ હશે જેમાં મલાઇકા અરોડા અને જસ અરોડા ક્યુટ અંદાજમાં ડાન્સ કરે છે. હવે આ ગીતને ફરીથી ફિલ્મી પડદે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટ્યુન પર બધાને નાચવાનું મન થઈ જશે.
બોલિવૂડમાં આજકાલ અલગઅલગ કથાનકવાળી ફિલ્મો બનાવવાનો સારો ટ્રેન્ડ શરૂ થયો છે. આવું જ ફ્રેશ કથાનક લઈને આવી રહી છે સોનમ કપૂર અને રાજકુમાર રાવની 'એક લડકી કો દેખા તો એસા લગા'. આ ફિલ્મ 2019ની શરૂઆતમાં આવી રહી છે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે આ એક લવસ્ટોરી છે પણ હકીકતમાં એમાં મોટો વળાંક છે. હકીકતમાં સોનમ આ ફિલ્મમાં એવી છોકરીનો રોલ કરી રહી છે જે બાળપણમાં લગ્ન કરવાનું સપનું જુએ છે. તેનો પરિવાર જ્યારે તેના લગ્નની તૈયારી કરે છે ત્યારે તે બિલકુલ ખુશ નથી હોતી જેની પાછળ મોટું કારણ છે.
Video : રેખા અને ઐશ્વર્યાનો આ વીડિયો જોઈને જયા બચ્ચન થઈ જશે બળીને ખાક
જો તમે આ ફિલ્મના ટ્રેલરને ધ્યાનથી જોશો તો તમને ટ્વિસ્ટ વિશે ખબર પડશે. હકીકતમાં આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર બનાવવામાં આવી છે. સોનમ આ ફિલ્મમાં રાજકુમાર રાવ કે પછી બીજા કોઈ હિરોને નહીં પણ એક છોકરીને પ્રેમ કરતી હોય છે. સોનમની આ પાર્ટનર વિશે ટ્રેલરમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ રાજકુમાર ઓફબીટ અંદાજમાં સારો લાગી રહ્યો છે.
આ ફિલ્મ ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાની બહેન શૈલી ચોપડા ધર ડિરેક્ટ કરી રહી છે. ડિરેક્ટર તરીકેની તેની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને જુહી ચાવલા 9 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળશે. સોનમ કપૂર અને રાજકુમાર રાવની 'એક લડકી કો દેખા તો એસા લગા' 1 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.